ગુજરાત મુલાકાત/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તાપી જિલ્લાને આપશે 2100 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાતની મુલાકાતે છે આવતીકાલે એટલે કે 20મી ઓક્ટોબરે તાપી જિલ્લાને 2100 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે

Top Stories Gujarat

ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાતની મુલાકાતે છે. આવતીકાલે એટલે કે 20મી ઓક્ટોબરે તાપી જિલ્લાને 2100 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન સોનગઢના ગુણસદા ખાતેથી તાપી, નર્મદા અને સુરત જિલ્લાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ ઉપરાંત વડાપ્રધાન ગુણસદાથી રુપિયા 2100 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે, જેની વાત કરીએ તો  રુપિયા 1600 કરોડથી વધુના ખર્ચે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા કોરીડોરની કામગીરીનો શુભારંભ કરાવશે. આ કોરિડોર ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાંથી પસાર થશે. આ સાથે જ ગુજરાત પાણી પુરવઠા વિભાગના 300 કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત કરશે જેમાં નર્મદાના એક અને તાપી જિલ્લાના 3 કામોનો સમાવેશ થાય છે. એટલુ જ નહીં  સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ અને સબ સ્ટેશનના 6 કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે જ્યારે 5 પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે.

વડાપ્રધાનની વિકાસયાત્રા

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી ઓક્ટોબરે તાપી જિલ્લાની મુલાકાતે
  • તાપીના ગુણસદા ખાતેથી રુપિયા 2100 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
  • રૂ. 2100 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
  • તાપી-નર્મદા-સુરત જિલ્લામાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
  • સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા કોરિડોરની કામગીરીનો કરાવશે શુભારંભ
  • પ્રથમ તબક્કામાં 92 કિમી લંબાઇ પર કામગીરી કરવામાં આવશે
  • કુલ ₹1669 કરોડના ખર્ચે આ સમગ્ર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે
  • ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાંથી પસાર થશે સાપુતારા
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી કોરિડોર – પ્રવાસીઓ ઉકાઈ ડેમ, કુદરતી સૌંદર્ય અને ધોધની મજા માણી શકશે
  • ગુજરાત પાણી પુરવઠા વિભાગના રુ. 302 કરોડના 3 કામોનું ખાતમુહૂર્ત કરશે
  • નર્મદાના એક અને તાપી જિલ્લાના 3 કામોનું કરશે ખાતમુહૂર્ત
  • ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના 6 કામોનું ખાતમુહૂર્ત અને 5 કામોનું લોકાર્પણ કરશે
  • ઉર્જા વિભાગના રૂ. 220 કરોડના 6 કામોનું ખાતમુહૂર્ત અને 5 કામોનું લોકાર્પણ કરશે