Not Set/ સરદાર સરોવર ડેમની સપાટી134.72 મીટર પહોંચી, ડેમનાં 10 દરવાજા ખુલ્લા કરાયા

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી છે . જ્યારે આજે ઉપરવાસમાંથી 97029 ક્યુસેક પાણીની આવક થઇ છે. આપને જણાવી દઈએ કે ડેમની સપાટી 134.72 મીટરે પહોંચી ગઈ છે અને ડેમના કુલ 10 દરવાજા ખુલ્લા રાખી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ખોલવામાં આવેલા 10 દરવાજામાંથી 127172 ક્યુસેક પાણી […]

Gujarat Others

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી છે . જ્યારે આજે ઉપરવાસમાંથી 97029 ક્યુસેક પાણીની આવક થઇ છે.

આપને જણાવી દઈએ કે ડેમની સપાટી 134.72 મીટરે પહોંચી ગઈ છે અને ડેમના કુલ 10 દરવાજા ખુલ્લા રાખી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ખોલવામાં આવેલા 10 દરવાજામાંથી 127172 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે કેવડિયાનો ગોરા બ્રીજ છેલ્લા 15 દિવસથી વાહનવ્યવહાર બંધ કરાયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 4590 mcm લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે RBPHના 6 પાવર હાઉસ ચાલુ છે. જ્યારે CHPHના 2 પાવર હાઉસ ચાલુ છે. કરોડોનું વીજ ઉત્પાદન હાલ ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.