Morbi News/ મોરબીમાં અરજી નિકાલ માટે 2.30 લાખની લાંચ માંગતા હેડ કોન્સ્ટેબલ ACBનાં ઝબ્બે

જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને આ અરજીના નિકાલ કરવા આ કામનાં આરોપીએ આ કામનાં ફરિયાદી પાસે રૂપિયા બે લાખ પચાસ હજારની લાંચની માંગણી કરી હતી.

Top Stories Gujarat Others

Morbi News: મોરબી (Morbi) એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહેરુ ગેટ ચોકીમાં ફરજ પર રહેલા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ મકવાણાને ACBએ લાંચ (Bribe) લેતા પકડ્યા છે. ACBની ટીમે તેમની ધરપકડ કરી છે અને લાંચની 1.30 લાખની રકમ જપ્ત કરી છે.

અરજીનો નિકાલ કરવા માટે અરજદાર પાસેથી કુલ 2.30 લાખ રૂપિયાની લાંચ (Bribe) માંગવામાં આવી હતી. અરજદારે અગાઉ 1 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. બાકીના 1.30 લાખ રૂપિયા લેતી વખતે હેડ કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ફરિયાદીએ 6 સપ્ટેમ્બર, 2024ના રોજ મોરબી જીલ્લાના ગામ નાની વાવડી ખાતે પ્લોટ ખરીદ્યો હતો. જે પ્લોટ બાબતે નગર દરવાજા પોલીસ ચોકી ખાતે ખોટી રીતે દસ્તાવેજ કર્યા બાબતે એક અરજી કરવામાં આવેલી હતી. જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને આ અરજીના નિકાલ કરવા આ કામનાં આરોપીએ આ કામનાં ફરિયાદી પાસે રૂપિયા બે લાખ પચાસ હજારની લાંચની માંગણી કરી હતી.

રકઝક્નાં અંતે રૂપિયા 2 લાખ 35 હજારની લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદીએ ફરિયાદ આપતા લાંચનું છટકું ગોઠવતા આરોપીએ ફરિયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂપિયા 2, 35000 લાંચની રકમ સ્વીકારી વર્ગ 3 પોલીસ કોન્સ્ટેબલ રંગે હાથ પકડાઈ ગયો હતો.

ACBની ટીમ હેડ કોન્સ્ટેબલને મોરબીના વીસી પરા વિસ્તારમાં ACB પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ કેસમાં PSI એ.એસ. શુક્લાને પણ પૂછપરછ માટે ACB ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. મોરબીમાં સરકારી કચેરીઓમાં લાંચની આ ઘટનાએ પોલીસ દળમાં ખળભળાટ મચાવી દીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા 25 હજારની લાંચ લેતા બનાસકાંઠા ACBએ ઝડપી પાડ્યો

આ પણ વાંચો:ACB ની સફળ ટ્રેપમાં લાંચિયો બાબુ ઝડપાયો, FSSAIનો જોઇન્ટ ડાયરેક્ટર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

આ પણ વાંચો:મામલતદાર કચેરીમાં લાંચ લેતો નાયબ મામલતદાર ACBના છટકામાં ઝડપાયો