Banaskantha News/ પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા 25 હજારની લાંચ લેતા બનાસકાંઠા ACBએ ઝડપી પાડ્યો

બનાસકાંઠા પોલીસ કોન્સ્ટેબલ 25 હજારની લાંચ લેતા ઝડપાયો છે. અરવિંદ આલ નામના પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી હતી.

Top Stories Gujarat Others

Banaskantha News: ગુજરાત રાજ્યમાંમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓ દ્વારા અલગ અલગ ડ્રાઇવ યોજીને અસામાજિક તત્વો વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. છતાં પણ કેટલાક પોલીસ કર્મચારીઓએ જાણે કે ના સુધરવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ વિભાગને લાંછન લાગે તેવું કામ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે,બનાસકાંઠા પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે.

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા પોલીસ કોન્સ્ટેબલ 25 હજારની લાંચ લેતા ઝડપાયો છે. અરવિંદ આલ નામના પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી હતી. ફરિયાદીનું મકાન ન તોડવા માટે પોઝિટિવ રિપોર્ટ આપવા માટે લાંચ માંગી હતી. જે બાદ બનાસકાંઠા ACBએ છટકું ગોઠવતા આરોપી ઝડપાયો  છે.

જોકે મહત્વની બાબત તો એ છે કે એક તરફ અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે ગૃહમંત્રી દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવી રહ્યા છે. બીજી તરફ આવા લાંચિયા પોલીસ કર્મીઓ રૂપિયાની લાલચમાં ક્યાંકને ક્યાંક અસામાજિક તત્વોને છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાનકાર્ડમાં સુધારો કરવા રૂ.500 ની લાંચ લેતા વડોદરામાં ઓફિસ સુપ્રિટેન્ડન્ટ ઝડપાયો

આ પણ વાંચો:જમીનના ખાતા અલગ કરી આપવા 10 હજારની લાંચ લેતા અમરેલીનો રેવન્યુ મંત્રી ઝડપાયો

આ પણ વાંચો:ગટર કામ સંદર્ભે લાંચ લેતા નડીયાદ સિંચાઈ વિભાગનો નાયબ ચિટનીશ ઝડપાયો