ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ પાસે બનાવવામાં આવેલા મંદિરમાં જલારામ બાપાની મુર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આવતી કાલે એટલે તારીખ 3 ફેબ્રુઆરીએ ઉજવવવામાં આવશે. આપને જણાવી દઇએ કે, મંદિર સંકુલમાં લોકપ્રિય અધિકારી જગદીશ ઠક્કરનાં સ્ટેચ્યુનું પણ અનાવરણ થશે.
આગામી ત્રીજી ફેબ્રુઆરીએ ગાંધીનગર સિવિલ પાસેના સંકુલમાં મુકતાગૌરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા જલારામ સદાવ્રતના રજતજયંતિ વર્ષને અનુલક્ષીને સંત શિરોમણી પૂ. જલારામબાપના મંદિરનું નિર્માણ થયું છે તે જગ જલિયાન ધામ ખાતે પૂ બાપાની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી 3જી ફેબ્રુઆરિના રોજ યોજાશે. પૂ જલારામબાપની મૂર્તિની સ્થાપના પૂ બાપાના સમર્થ ગુરુ ભોજલરામ બાપાની જગ્યા ફતેપુરના ગાદીપતિ પૂ.ભક્તિરામ બાપાના હસ્તે થશે.
આ પ્રસંગે મદિર સંકુલમાં લોકપ્રિય અધિકારી જગદીશઇ ઠક્કરના સ્ટેચ્યુનું અનાવરણ તેમના પૌત્ર પલાસ વિરાગ ઠક્કરના હસ્તે થશે. અત્રે એ નોંધવું જરૂરી છે કે જગદીશભાઈ ઠક્કરે ભાવનગર ખાતે કારકિર્દી શરૂ કર્યા બાદ માહિતી ખાતામાં જોડાયા હતા અને ભાવનગર, અમરેલી સહિતના સ્થળોએ માહિતી અધિકારી તરીકે સફળ કામગીરી કર્યા બાદ લાંબા સમય સુધી મુખ્યમંત્રી કાર્યાલયમાં પી.આર.ઓ સહિતના હોદ્દા પર રહ્યા બાદ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી તેમણે પી એમ ઓ કાર્યાલયમાં પણ ફરજ બજાવી હતી.
ત્રીજીએ યોજાનારા આ કાર્યક્રમ માં સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી કે લહેરી અને અન્ય મહાનુભાવો હાજરી આપશે સ્વ મુકતાગૌરી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિભાબેન ઠક્કર અખિલ ભારત ગુજરાતી મહિલા સમાજના પ્રમુખ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
