Amreli News : જમીનના ખાતા અલગ-અલગ કરી આપવાના બદલામાં એક વ્યક્તિ પાસેથી રૂ.10,000 ની લાંચ લેતા અમરેલીના જાફરાબાદના મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી પ્રવીણ કેશુભાઈ માયડાની ACB એ ધરપકડ કરી છે.
આ કેસની વિગત મુજબ રેવન્યુ મંત્રી પ્રવીણ કેશુભાઈ માયડાએ ફરિયાદીની જમીનનું એકત્રીકરણ કરી જમીનના ખાતાઓ અલગ-અલગ કરી આપવાના બદલામા રૂપિયા 10,000 ની લાંચ ની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.ટોલ ફ્રી નંબર પર ફરીયાદ કરી હતી.
જેને આધારે ACB એ જાફરાબાદના ટીંબી ગામ, ભાડા ચાર રસ્તા પાસે જાળ બિછાવીને ફરિયાદી પાસેથી રૂ.10,000 ની લાંચ લેતા પ્રવિણ માયડાની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો:હર્ષ સંઘવીએ પાકિસ્તાનીઓને ગુજરાત છોડવાની ડેડલાઇન આપી,જાણો ક્યારે છોડવું પડશે
આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ
આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,
