ગરીબની કસ્તુરી કહેવાતી ડુંગળી હવે ખરા અર્થમાં કસ્તુરી બની છે. અત્યાર સુધી વિવધ વસ્તુની ચોરી વિષે સાંભળ્યું હતું. પરંતુ હવે ડુંગળીના ભાવ એટલા બધા ઊંચકાઈ ગયા છે કે લોકો ડુંગળીની ચોરી કરવા માટે મજબુર બન્યા છે.
ચાલુ વર્ષે અનરાધાર પડેલા વરસાદ ને કારણે ડુંગળીના પાક ને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. જેને લઈને રાજ્ય અને દેશમાં ડુંગળીની ભારે અછત જોવા મળી રહીછે. જેને કારણે ભાવ માં પણ ભારે ઉછાળ આવ્યો છે. અને લોકો ડુંગળીની ચોરી કરવા પર મજબુર બન્યા છે. રાજ્યમાં વિવિધ સ્થળો પર ડુંગળીની ચોરીની ઘટના સામે આવી છે.
https://www.facebook.com/mantavyanews/videos/1283381345197070/
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતમાં 250 કિલોથી વધુ ડુંગળીની ચોરીની ઘટના સામને આવી છે. તો બીજી બાજુ પાલનપુર પાટિયા માર્કેટમાંથી ડુંગળીની ચોરી ઘટના સામે આવી છે. આહીં આશરે 50 થી 55 કિલોના 5 પોટલા ડુંગળીની ચોરી થી હોવાનું માંલુમ પડ્યું છે. ડુંગળીનો હાલ 100 રૂપિયા પ્રતિ કિલો ભાવ ચાલી રહ્યો છે. જેના કારણે વેપારી વર્ગને મોટું નુકશાન થયું છે. જેને પગલે વેપારી દ્વારા આ અંગે સ્થાનીય પોલીસ મથકે ડુંગળી ચોરીની ફરિયાદ પણ નોધવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
