Bhavnagar News/ ભાવનગર-સોમનાથ હાઈવે પર ભયાનક રોડ એક્સિડંટ,5ના મોત

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર ભયંકર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે.

Top Stories Gujarat Breaking News

Bhavnagar News:ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર ભયંકર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. એક ખાનગી બસ રોડ કિનારે પાર્ક કરેલા ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બસમાં સવાર 5 લોકોના મોત થયા હતા અને 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ પાસે સર્જાયેલ અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો એક સાઈડ પલટી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બસના કટકા કરીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલ મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઇવે પર ઉભેલા ડમ્પર ટ્રકની પાછળના ભાગે ખાનગી બસ અથડાઇ હતી. આ કરૂણ અકસ્માતમાં પાંચથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં તબીબ સાથેની ઠગાઇમાં વધુ એક ઝડપાયો

આ પણ વાંચો:ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસ, યુવકની નિર્મમ હત્યા થતાં પરિવાર રોળાયો !

આ પણ વાંચો:ભાવનગરમાં ચાલુ કારે સ્ટીયરીંગ છોડી દરવાજા પર બેસીને સિગારેટના કશ માર્યા