Bhavnagar News/ ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસ, યુવકની નિર્મમ હત્યા થતાં પરિવાર રોળાયો !

ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસમાં યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી.

Top Stories Gujarat Others
Cricket Tutorials YouTube Thumbnail 55 ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસ, યુવકની નિર્મમ હત્યા થતાં પરિવાર રોળાયો !

Bhavnagar News: ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસમાં યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી. શહેરમાં રત્નકલાકાર યુવકની રૂપિયાની લેતી-દેતીમાં હત્યા થતા પરિવાર શોકનો માહોલ છવાયો. રત્નકલાકાર યુવકે થોડા સમય અગાઉ બે શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. બંને શખ્સ દ્વારા પઠાણી ઉઘરાણી કરાતા યુવક સાથે ઝગડો કર્યો અને બાદમાં તેની હત્યા કરી ફરાર થઈ ગયા. પોલીસે યુવકની હત્યા કરનાર આરોપીની ઝડપી લઈ ધરપકડ કરી.

મળતી માહિતી મુજબ ભાવનગરમાં રત્ન કલાકાર યુવકની હત્યા થઈ હતી. શહેરમાં પ્રદીપ ઉર્ફે ઘુઘા નામના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. યુવકની હત્યા મામલાની પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું કે રૂપિયાની લેતી-દેતીને લઈને યુવકની હત્યા કરવામાં આવી છે. બંને શખ્સો પાસેથી યુવક પ્રદીપે 6 મહિના પહેલા વ્યાજે રૂપિયા લીધા હતા.રત્ન કલાકાર યુવકે પોતાની જરૂરિયાતને લઈને બે શખ્સ પાસેથી 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. આ બે શખ્સ લોકોને પૈસા વ્યાજે આપતા હતા.

જો કે યુવક પ્રદીપ પાસેથી બંને વ્યાજખોરોએ રૂપિયા પાછા મેળવવા પઠાણી ઉઘરાણી કરી. પ્રદીપ પાસે જોઈએ તેટલા રૂપિયા ના હોવાથી થોડો સમય માંગ્યો. દરમ્યાન વ્યાજખોરો સાથે યુવકને રૂપિયા આપવા મામલે બબાલ થઈ. જેના બાદ વ્યાજખોરો રત્ન કલાકાર પ્રદીપની હત્યા કરી ફરાર થઈ ગયા. જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં બંને વ્યાજખોરોને દબોચી લીધા. આ બંને શખ્સના નામ વિશાલ અને નીરવ હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં 1386 ધાર્મિક દબાણને દૂર કરવા મ્યુનિ.એ નોટિસ આપી

આ પણ વાંચો: અમદાવાદ:દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ, ઈસનપુરમાં AMCની કામગીરીને લઈને વિરોધ, વેપારીઓ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો, વિરોધને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા,

આ પણ વાંચો: અમદાવાદીઓ હવે ધ્યાન રાખજો રોડ પર આડેધડ વાહન મૂકતા ચેતજો કોર્પોરેશનની ટીમ પણ વાહનને મારશે લોક પાર્કિંગ સમસ્યા અને દબાણને લઈને કોર્પોરેશન સક્રિય જાહેર માર્ગો પર વાહનો પાર્ક કરતા ધ્યાન રાખજો કોર્પોરેશનનું