Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat News/ હાર્દિક પટેલની ‘દેડકા’ વાળી પોસ્ટથી ગુજરાતના રાજકારણમાં ચર્ચા, કોને કર્યો ઈશારો?

હાર્દિક પટેલે (Hardik Patel) સોશિયલ મીડિયા સ્ટોરીમાં દેડકાનું કાર્ટૂન મૂકી કટાક્ષભરી પોસ્ટ શેર કરતાં ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

May 29, 2026Maya Sindhav
Gujarat Top Stories Others Breaking News
‘દેડકાને સોનાના હિંચકા પર બેસાડો તો પણ...’ Hardik Patelનો કટાક્ષ

Gujarat News: ગુજરાતના રાજકારણમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ (Hardik Patel) ફરી એકવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા સ્ટોરીમાં દેડકાનું કાર્ટૂન શેર કરીને એક કટાક્ષભર્યો સંદેશ પોસ્ટ કર્યો હતો, જેના કારણે રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.

Hardik Patelની પોસ્ટથી રાજકારણ ગરમાયું

હાર્દિક પટેલે (Hardik Patel) પોતાની પોસ્ટમાં દેડકાનું ચિત્ર મૂકીને તેના ઉપર લખ્યું હતું કે, “દેડકાને સોનાના હિંચકા પર બેસાડો તો પણ છલાંગ તો ખાડામાં જ મારશે.” આ સાથે તેમણે વધુમાં લખ્યું કે, “ગમે તેવી સલાહ આપશો તો પણ વિરોધીઓ વિરોધ જ કરશે.”

આ પોસ્ટ કોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં આ પોસ્ટને લઈને ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાર્દિક પટેલે પોતાના વિરોધીઓને નિશાન બનાવ્યા છે કે પક્ષની અંદરના કોઈ નેતાઓને ઈશારો કર્યો છે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે.

હાર્દિક પટેલ (Hardik Patel) તેમના વેધક નિવેદનો અને આંદોલનકારી છબી માટે જાણીતા રહ્યા છે. અગાઉ તેઓ જાહેર મંચ પરથી તીખા પ્રહાર કરતા હતા, પરંતુ હવે તેઓ સોશિયલ મીડિયા મારફતે સંકેતાત્મક અને કટાક્ષભરી પોસ્ટ દ્વારા પોતાની વાત પહોંચાડતા જોવા મળે છે. રાજકારણમાં સક્રિય થયા બાદ હાર્દિક પટેલ વારંવાર સોશિયલ મીડિયા પોસ્ટથી ચર્ચા જગાવતા રહ્યા છે. તેઓ સીધું નામ લીધા વગર કટાક્ષભર્યા શબ્દોનો ઉપયોગ કરીને સંદેશ આપતા હોય છે, જેના કારણે તેમના પોસ્ટ બાદ રાજકીય માહોલ ગરમાઈ જતો હોય છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના પ્રમુખ તરીકે પણ હાર્દિક પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ સમિતિ સરકાર દ્વારા અમલમાં મુકાતા નિયમો અને પ્રક્રિયાઓની સમીક્ષા કરીને તે કાયદાની મર્યાદામાં અને જનહિતમાં છે કે નહીં તેની દેખરેખ રાખે છે. સમિતિમાં કુલ 10 ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

હાલ હાર્દિક પટેલની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે આખરે આ ‘દેડકા’ વાળો કટાક્ષ કોના માટે હતો?


આ પણ વાંચો:હાર્દિક પટેલને ગુજરાત વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના પ્રમુખપદની જવાબદારી

આ પણ વાંચો:હાર્દિક પટેલને મોટી રાહત, 2018 નિકોલ પોલીસ કેસ પરત ખેંચવાની પ્રક્રિયા તેજ

આ પણ વાંચો:સોશિયલ મીડિયામાં કરાતા આક્ષેપોની પરવા નથી, હું ચૂપ રહેવાનો નથીઃ હાર્દિક પટેલ

Post navigation

ભારત-બાંગ્લાદેશ સરહદ પર હિન્દુઓ આપી રહ્યા છે જમીન દાન
હાઈકોર્ટના સ્ટેથી હજીરા-મુંબઈ પોર્ટ પર ₹250 કરોડનું યાર્ન અટવાયું

More Posts

અમદાવાદ હાઈકોર્ટ મા લસણ-ડુંગળી ને લઈ ને છૂટાછેડા

Ahmedabad News/ અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે લગ્નના 11 વર્ષે થયા છૂટાછેડા

December 9, 2025December 9, 2025jani

અમદાવાદ/ ઘેર બેઠાં કોરોના ટ્રીટમેન્ટ ના નામે , બોગસ ડોક્ટર ટોળકીએ 1.50 લાખ પડાવ્યા

May 15, 2021May 15, 2021Hemangi jani

Political/ PM મોદીનાં જન્મદિવસ પર રેકોર્ડબ્રેક રસીકરણને રાહુલ ગાંધીએ ગણાવ્યું Event

September 19, 2021September 20, 2021hardik shah

Italy/ ઇટાલીમાં પ્લેનની પાંખમાં વિસ્ફોટ થતાં લાગી ભીષણ આગ, 184 મુસાફરોની ચીસો

October 3, 2024Nikunj Patel

અમદાવાદ/ એસ્પાયર-2 બિલ્ડિંગની લિફ્ટ તૂટવાનો મામલો સમગ્ર મામલે ACP એલ. બિ. ઝાલાનું નિવેદન એલ.બી. ઝાલા છે બી ડિવિઝનના ACP ગુજરાત યુનિ. પો.સ્ટેશન વિસ્તારમાં ઘટના બની સમગ્ર ઘટનામાં 6 શ્રમિકોના થયા મોત 1 શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે 13માં અને 5માં માળ પરથી વ્યક્તિ નીચે પડ્યા Adora ગ્રુપના 4 પાર્ટનરો છે સમગ્ર બનાવ સવારે 9.30 વાગ્યે બન્યો હતો પોલીસને 10.30 માહિતી મળી ચૂકી હતી બિલ્ડરનું નામ વિશાલ શાહ છે, અન્ય 3 પાર્ટનર કશુરવાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે કોન્ટ્રાકટરને બોલાવીને તપાસ ચાલુ કરી છે મરનાર તમામ લોકોને મલ્ટીપલ ઇન્જરી છે

September 14, 2022Maya Sindhav
Stone Pelting

Valsad News/ વાપી-ઉદવાડા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટના,બે આરોપીઓની ઝડપી ધરપકડ 

January 30, 2026January 30, 2026Panara Mansi

Not Set/ વડોદરા: મકાન હડપવા મામલે સેજલ શાહ, સમા શાહની ધરપકડ

October 7, 2018October 8, 2018Nirmal Acharya

Not Set/ કોરોનાની કહેવાતી મંદી વચ્ચે પણ RTOમાં પસંદગીના નંબર મેળવવાની ડિમાન્ડ વધી

December 16, 2020December 16, 2020padma prajay
ગુજરાત હાઈકોર્ટે

Ahmedabad/ ગુજરાત હાઈકોર્ટે શા માટે આપ્યો DGPને ઠપકો

January 5, 2024khusbu pandya

Not Set/ ગાંધીનગર: ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચેમ્બરમાં પૂજા કરીને કર્યો પ્રવેશ

March 11, 2019Nirmal Acharya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy