Gujarat News: ગુજરાત વિધાનસભામાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ (Hardik Patel)ને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમને વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિધાનસભાના નિયમ 159(1) હેઠળ માનનીય અધ્યક્ષ દ્વારા આ નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ નિમણૂક સાથે હાર્દિક પટેલ હવે વિધાનસભાની એક મહત્વપૂર્ણ ટેકનિકલ અને કાયદાકીય સમિતિનું નેતૃત્વ કરશે. રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
શું છે ગૌણ વિધાન સમિતિનું કાર્ય?
ગૌણ વિધાન સમિતિ (Subordinate Legislation Committee) વિધાનસભા (Assembly)ની એક મહત્વપૂર્ણ સમિતિ ગણાય છે, જે સરકાર દ્વારા બનાવવામાં આવતા નિયમો અને પેટા-કાયદાઓની કાયદાકીય ચકાસણી કરે છે. વિધાનસભા કોઈ કાયદો પસાર કરે ત્યારબાદ તેના અમલીકરણ માટે સરકાર વિવિધ નિયમો, વિનિયમો અને માર્ગદર્શિકાઓ બનાવે છે. આ તમામ નિયમો મૂળ કાયદાની મર્યાદામાં છે કે નહીં, કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન તો થતું નથી ને તેમજ વિધાનસભાના અધિકારો પર કોઈ અસર તો નથી પડતી ને તેની તપાસ ગૌણ વિધાન સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ રીતે સમિતિ કાયદાકીય પારદર્શિતા જાળવવાની સાથે વિધાનસભાના અધિકારો અને સંવિધાનિક વ્યવસ્થાનું રક્ષણ કરતી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Hardik Patelનો સમિતિમાં અન્ય સભ્યોનો સમાવેશ
હાર્દિક પટેલ (Hardik Patel)ને ગૌણ વિધાન સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક મળતા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. સમિતિમાં હાર્દિક પટેલ ઉપરાંત કુલ 9 અન્ય સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય કક્ષાના કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયા હોદ્દાની રૂએ સમિતિના સભ્ય તરીકે જોડાયા છે.
આ ઉપરાંત બલરાજસિંહ ચૌહાણ (Balrajsinh Chauhan), અમિત ઠાકર (Amit Thakar), ઈમરાન ખેડાવાલા (Imran Khedawala), રાઘવજીભાઈ પટેલ (Raghavjibhai Patel), ભીખાભાઈ બારૈયા (Bhikhabhai Baraiya), ચૈતન્યસિંહ ઝાલા (Chaitanyasinh Jhala), અરવિંદ રાણા (Arvind Rana) અને સંદીપ દેસાઈ (Sandeep Desai)ને પણ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.
વિવિધ રાજકીય અને સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવતા સભ્યોના સમાવેશથી સમિતિ વધુ સશક્ત બનશે તેવી ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ હાર્દિક પટેલ (Hardik Patel)ને આ મહત્વપૂર્ણ જવાબદારી મળતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે યુવા નેતાને આવી મહત્વપૂર્ણ સમિતિનું નેતૃત્વ સોંપવું એ પક્ષનો વિશ્વાસ દર્શાવે છે.
સમર્થકોમાં ખુશીનો માહોલ
હાર્દિક પટેલ (Hardik Patel)ની આ નિમણૂક બાદ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે ગૌણ વિધાન સમિતિ જેવી મહત્વપૂર્ણ અને ટેકનિકલ સમિતિનું પ્રમુખપદ યુવા ધારાસભ્યને સોંપવું એ વિશ્વાસનું પ્રતીક છે.હવે હાર્દિક પટેલ સમિતિના પ્રમુખ તરીકે સરકાર દ્વારા બનાવવામાં આવતા નિયમોની ઝીણવટભરી ચકાસણી કરશે અને જરૂરી હોય ત્યાં વિધાનસભાને ભલામણો પણ કરશે.
આ પણ વાંચો:બે દિવસમાં કોર્ટે બીજું વોરંટ જારી કર્યું, નિકોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો
આ પણ વાંચો:પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક ગુનામાં હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ
