World News/ હોર્મુઝમાં યુદ્ધના ભણકારા: ઈરાની નૌસેનાની ધમકી બાદ અમેરિકી જહાજ પરત ફર્યું

હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાની નૌસેના અને અમેરિકી યુદ્ધ જહાજ સામસામે આવી ગયા છે. ઈરાને (Iran)ગોળીબાર કરવાની ધમકી આપી અમેરિકી જહાજને પરત જવા મજબૂર કર્યું હોવાનો વીડિયો જાહેર કર્યો છે. જાણો સમગ્ર મામલો.

Top Stories World
IRAN

Hormuz Strait News Summary: ઈરાન (Iran)અને અમેરિકા વચ્ચે હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાની નૌસેનાએ (IRGC) અમેરિકી યુદ્ધ જહાજ USS ફ્રેન્ક ઈ. પીટરસનને ખુલ્લી ધમકી આપીને પરત જવા મજબૂર કર્યું હોવાનો દાવો કર્યો છે. અમેરિકા આ વિસ્તારમાં ઈરાન દ્વારા બિછાવેલી દરિયાઈ સુરંગો (Mines) હટાવવા માટે ઓપરેશન ચલાવી રહ્યું છે, જ્યારે ઈરાન આ દાવાને નકારીને અમેરિકી જહાજોને નિશાન બનાવવાની ચેતવણી આપી રહ્યું છે.

IRAN

વીડિયો જાહેર કરીને આપી ધમકી

ઈરાની સરકારી મીડિયાએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં IRGC ના સૈનિકો અમેરિકી જહાજને રેડિયો પર ચેતવણી આપી રહ્યા છે. સૈનિકે કહ્યું, “તમારે તરત જ રસ્તો બદલવો પડશે અને હિંદ મહાસાગરમાં પાછા જવું પડશે. જો તમે આદેશનું પાલન નહીં કરો, તો તમને નિશાન બનાવવામાં આવશે.”

અમેરિકાનો Iranને જવાબ

અમેરિકી અધિકારીએ જવાબ આપ્યો કે તેમનું જહાજ આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ટ્રાન્ઝિટ પેસેજ પર છે અને તેમનો ઈરાન (Iran)ને પડકારવાનો કોઈ ઈરાદો નથી. જોકે, ઈરાને તેને ‘લાસ્ટ વોર્નિંગ’ આપીને કહ્યું કે જો અમેરિકી જહાજો 10 માઈલની અંદર આવશે તો કોઈ પણ ચેતવણી વગર ગોળીબાર કરવામાં આવશે.

સુરંગો હટાવવાનું ઓપરેશન

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) મુજબ, USS ફ્રેન્ક ઈ. પીટરસન અને USS માઈકલ મર્ફી નામના બે જહાજો હોર્મુઝને ઈરાની સુરંગોથી મુક્ત કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને (Iran) આ માર્ગને મોટાભાગે બ્લોક કરી દીધો છે.

ડ્રોનથી દેખરેખ

અહેવાલો મુજબ, આ સામસામેની સ્થિતિ દરમિયાન ઈરાને અમેરિકી જહાજો તરફ ડ્રોન પણ મોકલ્યું હતું. ઈરાનનો દાવો છે કે તેમની કડક ચેતવણી બાદ અમેરિકી જહાજોને પરત ફરવું પડ્યું હતું.

આ ઘટનાથી વૈશ્વિક તેલ બજાર અને દરિયાઈ સુરક્ષા પર ખતરો વધી ગયો છે, કારણ કે હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વના તેલ માર્ગોમાંનો એક છે.


આ પણ વાંચો :    અમેરિકા અને ઈરાન વચ્ચેની 21 કલાકની મંત્રણા નિષ્ફળ, હોર્મુઝ અને પરમાણુ શરતો પર પેંચ ફસાયો