Ahmedabad News/ અમદાવાદમાં શેર માર્કેટ રોકાણના નામે 31 લાખની સાયબર ઠગાઈ, નિવૃત્ત વૃદ્ધ બન્યા શિકાર

અમદાવાદના થલતેજ વિસ્તારમાં શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપીને 60 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ પાસેથી 31 લાખ રૂપિયાની સાયબર ઠગાઈ (Ahmedabad cyber fraud) કરવામાં આવી છે. વોટ્સએપ ગ્રુપ, નકલી ટ્રેડિંગ એપ અને ખોટા નફાના સ્ક્રીનશોટ દ્વારા વિશ્વાસ જીતી ઠગોએ લાખો રૂપિયા પડાવ્યા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad cyber fraud:નફો બતાવી પૈસા પડાવતી ગેંગ સક્રિય

Ahmedabad News: અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે થતી સાયબર ઠગાઈ (Ahmedabad cyber fraud)ના બનાવો સતત વધી રહ્યા છે. શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાથે 31 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શેર માર્કેટમાં ભારે નફો કમાવવાની લાલચ આપીને સાયબર ઠગોએ પહેલા વિશ્વાસ જીત્યો અને બાદમાં ટુકડે-ટુકડે લાખો રૂપિયા પડાવી લીધા.

અમેરિકા પ્રવાસ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં એડ કરાયા

મળતી માહિતી મુજબ, ટ્રાવેલ્સ એજન્સી (Travel agency)ના વ્યવસાયમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધ પોતાના દીકરાને મળવા અમેરિકા ગયા હતા. ત્યાં જ એક અજાણ્યા નંબર દ્વારા તેમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા.આ ગ્રુપમાં શેર માર્કેટમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં મોટી કમાણી કરવાની ટિપ્સ આપવામાં આવતી હતી. ગ્રુપના સભ્યો રોજ લાખો રૂપિયાના નફાના સ્ક્રીનશોટ શેર કરતા હતા, જે હકીકતમાં ઠગ ટોળકીના સભ્યો જ હોવાનું સામે આવ્યું છે.

25 દિવસ સુધી નજર રાખ્યા બાદ વિશ્વાસમાં આવ્યા

વૃદ્ધે શરૂઆતમાં કોઈ ઉતાવળ ન કરતાં લગભગ 25 દિવસ સુધી ગ્રુપની ગતિવિધિઓ નિહાળી હતી. રોજબરોજના નફાના દાવા અને સ્ક્રીનશોટ જોઈને તેમને આખરે આ સ્કીમ પર વિશ્વાસ બેસી ગયો હતો.ઠગોના કહેવા મુજબ તેમણે એક ટ્રેડિંગ એપ્લિકેશન (Trading app) ડાઉનલોડ કરી તેમાં પ્રોફાઇલ બનાવી હતી.

શરૂઆતમાં 5 હજાર ઉપાડવા દીધા, પછી 10 લાખનું રોકાણ

સાયબર ઠગો (Ahmedabad cyber fraud)એ વિશ્વાસ મજબૂત કરવા માટે શરૂઆતમાં કમાણીના 5,000 રૂપિયા ઉપાડવા પણ દીધા હતા. આથી પ્રેરાઈને વૃદ્ધે અલગ-અલગ હપ્તામાં કુલ 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.થોડા સમય બાદ એપ્લિકેશનમાં 25 લાખથી વધુનો નફો બતાવવામાં આવ્યો હતો. જોકે જ્યારે તેમણે આ નફો ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ટેક્સ અને પ્રોસેસિંગ ફીના નામે વધુ રકમ માંગવામાં આવી.

Ahmedabad cyber fraud: નફો ઉપાડવાના નામે વધુ 21 લાખ પડાવ્યા

સાયબર ઠગો (Ahmedabad cyber fraud)એ વૃદ્ધને જણાવ્યું કે નફાની રકમ મેળવવા માટે પહેલા ટેક્સ અને અન્ય ચાર્જિસ ભરવા પડશે. નફાની લાલચમાં વૃદ્ધે અમદાવાદમાં રહેતા પોતાના મિત્રનો સંપર્ક કરીને અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ 21 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

ફરી 20 લાખની માંગણી થતાં શંકા ગઈ

વધારાની રકમ ભર્યા બાદ એપ્લિકેશનમાં નફો વધીને 45 લાખ રૂપિયા દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે ફરીથી નફો ઉપાડવાનો પ્રયાસ થયો ત્યારે ઠગોએ વધુ 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી.વારંવાર પૈસા માંગવામાં આવતા આખરે વૃદ્ધને શંકા ગઈ અને ભારતમાં પોતાના પરિચિતો સાથે વાતચીત કર્યા બાદ તેઓ મોટી સાયબર ઠગાઈ (Ahmedabad cyber fraud)નો ભોગ બન્યા હોવાનો ખુલાસો થયો.

સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે (Ahmedabad Cyber ​​Crime Police) ફરિયાદ નોંધી છે. જે બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા તેની વિગતો મેળવી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા, વોટ્સએપ ગ્રુપ અને અજાણી ટ્રેડિંગ એપ્સ દ્વારા મળતી રોકાણની ઓફરો સામે સાવચેત રહેવાની અપીલ કરી છે.


આ પણ વાંચો:અમદાવાદમાં 29 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, OTP વિના બેંક ખાતાં ખાલી કરતી ગેંગ ઝડપાઈ

આ પણ વાંચો:પોલીસની મદદ કરતા સાયબર એક્સપર્ટે કરી ઠગાઈ, પકડેલ આરોપીના 41 લાખ રૂપિયાની કરી ઉચાપત

આ પણ વાંચો:સાયબર ડિજિટલ એરેસ્ટ વૃદ્ધને ધમકી આપીને 15 લાખની ઠગાઈ, દાહોદના શખ્સની ધરપકડ