Mahesana News/ મહેસાણાના હોમિયોપોથી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની આપઘાત મામલે મોટા ખુલાસા

જેમાં વિદ્યાર્થિનીએ કોલેજમાં માનસિક ત્રાસ અપાતો હોવાની સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

Top Stories Gujarat Others Breaking News

Mahesana News: મહેસાણા(Mahesana)ના હોમિયોપોથી કોલેજમાં અભ્યાસ કરતી BHMSના પહેલા વર્ષની વિદ્યાર્થિની ઉર્વશી શ્રીમાળીએ હોસ્ટેલમાં આત્મહત્યા (Suicide) કરતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે DYSP તપાસમાં 3 પેજની સ્યુસાઈડ નોટ (Suicide Note) મળી આવતા મોટા ખુલાસા થયા છે.

મહેસાણા જીલ્લાના વિસનગર(Visanagar)માં આવેલી હોમિયોપોથી કોલેજમાં અભ્યાસ કરતી આશાસ્પદ વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે પોલીસ તપાસ કરી દેવામાં આવી હતી, જેમાં ડીવાયએસપીની તપાસમાં  3 સ્યુસાઈડ નોટ મળી આવી છે. 3 અલગ અલગ કાગળોમાં સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં વિદ્યાર્થિનીએ કોલેજમાં માનસિક ત્રાસ અપાતો હોવાની સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

પોલીસ તપાસ મુજબ પ્રોફેસર અને પ્રિન્સિપાલ માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે.  સ્યુસાઇડ નોટમાં કોઈ પણ વ્યક્તિનું નામનો ઉલ્લેખ કરાયો નથી. સમગ્ર કેસમાં 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ઘટનાને પગલે બાર એસોસિએશને આરોપીઓનો કેસ નહીં લડવા અપીલ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકના પિતા બહુચરાજીમાં વકીલાતનો વ્યવસાય કરે છે. સમગ્ર ઘટના બાદ કોલેજમાં પણ 3 મહિલા પ્રોફેસર જ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ, હોમિયોપેથી કોલેજ બંધ રહેતા વિદ્યાર્થિઓના અભ્યાસને અસર થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બે બાળકો ગુમ થતાં લોકોએ કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવ

આ પણ વાંચો:ક્યાં સુધી પહોંચ્યું છે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ: જુઓ Video

આ પણ વાંચો:અમદાવાદમાં ક્લાસના સંચાલકે વિદ્યાર્થીનીને પ્રેમાજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું