મહિલાઓ સાથે ઘરેલુ હિંસાની ધટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં રોજ 5 જેટલી મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર બને છે. ત્યારે અમદાવાદનાં વાડજમાં રહેતી મહિલાએ સાસરિયાઓ સામે દહેજની માંગણી કરીને શારિરીક માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ન્યૂ રાણીપમાં રહેતી નીશા ચોકસી નામની મહિલાએ જયદિપ ચોકસી નામનાં યુવક સાથે લગ્ન કર્યા. યુવતીનાં પતિએ મકાન માટે 5 લાખ રૂપિયા યુવતિનાં પિતા પાસેથી લીધા હતા. તેમજ યુવતીની સુવાવડ સમયે થયેલા ખર્ચનાં 68 હજાર રૂપિયા પણ કંપનીમાંથી મેડિક્લેમમાં લઇને યુવતીને ન આપીને ત્રાસ આપતા હતા. અને વધુ પૈસાની માંગણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
