Ahmedabad News: વિદેશમાં સેટલ થવાની ઈચ્છા ધરાવતા લોકોને વિઝા અને ઈમિગ્રેશનની લાલચ આપી છેતરપિંડી કરવાના બનાવો વચ્ચે અમદાવાદમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાલના એક યુવકને કેનેડા મોકલવાનું (Vastral Canada Visa Fraud) કહી તેની પાસેથી રૂ.6 લાખ એડવાન્સ લીધા બાદ વિઝા પ્રક્રિયા આગળ ન વધારવાનો આરોપ એક વિઝા કન્સલ્ટન્ટ સામે મૂકાયો છે. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Vastral Canada Visa Fraud: પરિચિત મારફતે વિઝા કન્સલ્ટન્ટનો સંપર્ક થયો
ફરિયાદ મુજબ, વસ્ત્રાલની આકૃતિ સોસાયટીમાં રહેતા કાર્તિક જીતેન્દ્ર પટેલને કેનેડા જઈને સેટલ થવાની ઈચ્છા હતી. આ માટે તે વિદેશ જવાની પ્રક્રિયા અને વિઝા અંગે માહિતી મેળવી રહ્યો હતો. આ દરમિયાન તેના પરિચિત બળવંતભાઈ મારફતે તેની મુલાકાત ગુરુ ઇન્ટરનેશનલ નામે વિઝા કન્સલ્ટન્સી ચલાવતા નિતેશ વાસુદેવ રાવલ (Visa Consultant Fraud(Canada Immigration Fraudસાથે થઈ હતી. નિતેશ રાવલની કન્સલ્ટન્સી ઓફિસ સાયન્સ સિટી રોડ વિસ્તારમાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
કેનેડા મોકલવા માટે રૂ.20 લાખનો ખર્ચ જણાવ્યો
ફરિયાદ મુજબ, પ્રથમ મુલાકાત દરમિયાન નિતેશ રાવલે કાર્તિકને કેનેડા મોકલવા તેમજ વિઝા સહિતની જરૂરી પ્રક્રિયા કરી આપવાની વાત કરી હતી. આ સમગ્ર પ્રક્રિયા માટે આશરે રૂ.20 લાખનો ખર્ચ થશે તેમ જણાવાયું હતું. આ રકમમાંથી શરૂઆતમાં રૂ.6 લાખ એડવાન્સ તરીકે ચૂકવવાના રહેશે તેમ કહેવામાં આવતા કાર્તિક અને તેના પરિવારજનોએ નિતેશની વાત પર વિશ્વાસ કર્યો હતો.
વર્ષ 2024 દરમિયાન કાર્તિક પોતાના પરિવારજનો સાથે સોલા રોડ પર કારગીલ પેટ્રોલ (Canada Immigration Fraud) પંપ પાસે આવેલા ગ્રેસ બિઝનેસ પાર્કમાં નિતેશની ઓફિસે ગયો હતો. ત્યાં તેણે એડવાન્સ તરીકે રૂ.6 લાખ રોકડા ચૂકવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ રકમ સ્વીકાર્યાની પહોંચ પણ કન્સલ્ટન્સી તરફથી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. રૂપિયા લીધા બાદ કેનેડા મોકલવાની પ્રક્રિયા શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી.
લાંબો સમય વીતી ગયો છતાં વિઝા પ્રક્રિયા આગળ ન વધી
ફરિયાદ મુજબ, રૂ.6 લાખ ચૂકવ્યા બાદ પણ કાર્તિકને કેનેડા મોકલવા અંગે કોઈ નક્કર પ્રગતિ થઈ નહોતી. કાર્તિકે વારંવાર નિતેશ રાવલનો સંપર્ક કરીને વિઝા પ્રક્રિયા અંગે પૂછપરછ કરી હતી. આ દરમિયાન પ્રક્રિયા ચાલી રહી હોવાનું કહીને સમય પસાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. લાંબો સમય વીતી ગયા બાદ પણ ન તો કેનેડા મોકલવાની પ્રક્રિયા પૂર્ણ થઈ કે ન તો એડવાન્સ તરીકે આપેલા રૂપિયા પરત કરવામાં આવ્યા.
આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતા કાર્તિક પટેલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. તેણે નિતેશ વાસુદેવ રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની (Visa Scam Ahmedabad ) તપાસ કરવામાં આવી રહી છે. રૂ.6 લાખની રકમ ખરેખર કઈ રીતે લેવામાં આવી, કેનેડા વિઝા માટે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કે નહીં તેમજ આ મામલે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં તે સહિતના મુદ્દાઓ તપાસનો ભાગ બની શકે છે.
વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકોને સાવચેતી જરૂરી
આ ઘટનાએ વિદેશ જવા અને સેટલ થવા ઈચ્છતા લોકો માટે પણ સાવચેતીનો સંદેશ આપ્યો છે. કોઈપણ વિઝા કન્સલ્ટન્ટને મોટી રકમ ચૂકવતા પહેલાં તેની વિશ્વસનીયતા, અધિકૃતતા, દસ્તાવેજો અને વિઝા પ્રક્રિયા અંગેની વિગતોની યોગ્ય ચકાસણી કરવી જરૂરી છે.
આ પણ વાંચો: હિંમતનગર વિઝા છેતરપિંડી કેસ: પ્રીતિ ઈન્સ્ટિટ્યૂટ સંચાલિકા સામે વધુ ફરિયાદો, 1.37 કરોડની ઠગાઈનો આરોપ
આ પણ વાંચો: હિંમતનગરમાં સિકંદર લોઢા વિઝા છેતરપિંડી મામલે, SIT દ્વારા ધરપકડ, વર્ક વિઝાનો દાવો…
આ પણ વાંચો: દહેગામના યુવક સાથે ₹24.92 લાખની છેતરપિંડી: કેનેડાના સ્ટુડન્ટ વિઝાના બહાને મહિલા એજન્ટ સામે પોલીસ ફરિયાદ
