Gir Somnath News/ ગીર સોમનાથમાં ₹1.85 લાખનો એસિડ ઝડપાયો, વિજેતા એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી

પ્રભાસ પાટણ (Prabhas Patan) પોલીસ સ્ટેશન વિસ્તારમાં SOGની ટીમે સોમનાથ-વેરાવળ બાયપાસ નજીક આવેલા વિજેતા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી આશરે ₹1.85 લાખની કિંમતનો એસિડનો જથ્થો (Gir Somnath Acid Seized)ઝડપી પાડ્યો છે

Gujarat Others
પ્રભાસ પાટણ (Prabhas Patan) પોલીસ સ્ટેશન વિસ્તારમાં SOGની ટીમે સોમનાથ-વેરાવળ બાયપાસ નજીક આવેલા વિજેતા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી આશરે ₹1.85 લાખની કિંમતનો એસિડનો જથ્થો (Gir Somnath Acid Seized)ઝડપી પાડ્યો છે

Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લામાં રહેણાક વિસ્તારોમાં પરવાનગી વિના જોખમી કેમિકલનો સંગ્રહ કરતા લોકો સામે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રભાસ પાટણ (Prabhas Patan) પોલીસ સ્ટેશન વિસ્તારમાં SOGની ટીમે સોમનાથ-વેરાવળ બાયપાસ નજીક આવેલા વિજેતા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી આશરે ₹1.85 લાખની કિંમતનો એસિડનો જથ્થો (Gir Somnath Acid Seized)ઝડપી પાડ્યો છે.

SOGની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી

પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 17 ઓગસ્ટે SOG ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. રાયજાદા અને PSI એસ.જે. સોલંકીની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે મામલતદાર વેરાવળ (Veraval)ગ્રામ્ય, મહેસૂલી તલાટી, GPCB, GST અને વીજ વિભાગના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.

ભાલકા એકતાનગરમાં આવેલી કેમિકલ મીની ફેક્ટરીની તપાસ દરમિયાન વપરાતા રો-મટીરીયલ અંગે માહિતી મળ્યા બાદ સોમનાથ-વેરાવળ બાયપાસ પર આસોપાલવ હોટલ સામે તાતીવેલા સીમ વિસ્તારમાં આવેલા વિજેતા એન્ટરપ્રાઇઝ (Vijeta Enterprise)ના ગોડાઉનની તપાસ કરવામાં આવી હતી.

ગોડાઉનમાંથી ₹1.85 લાખનો એસિડ જથ્થો મળ્યો

તપાસ દરમિયાન ગોડાઉનમાંથી આશરે ₹1,85,000નો એસિડનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ એસિડના સંગ્રહ અને વેચાણ માટે જરૂરી પરવાનગી લેવામાં આવી નહોતી. વધુમાં, રહેણાક હેતુ માટેની જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરીને જોખમી કેમિકલનો સંગ્રહ કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.

રહેણાક વિસ્તારમાં એસિડ જેવા જોખમી કેમિકલનો નિયમો વિરુદ્ધ સંગ્રહ થવાથી આસપાસના રહેવાસીઓની સુરક્ષા સામે જોખમ ઊભું થઈ શકે છે. આ મામલે તંત્ર દ્વારા નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

બંને સ્થળેથી કુલ ₹3.28 લાખનો મુદ્દામાલ જપ્ત

મામલતદાર વેરાવળ ગ્રામ્ય દ્વારા એસિડના જથ્થા અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ભાલકાની બિનઅધિકૃત કેમિકલ મીની ફેક્ટરીમાંથી મળેલા મુદ્દામાલ સહિત બંને સ્થળેથી કુલ આશરે ₹3.28 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસની આ કાર્યવાહી બાદ રહેણાક વિસ્તારોમાં નિયમોનો ભંગ કરીને કેમિકલનો સંગ્રહ કે વેપાર કરતા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.


આ પણ વાંચો : સાયલાના વખતપર ગામ પાસે મેડિકલ વેસ્ટનો નિકાલ, અજાણ્યા શખ્સો કેમિકલનો જોખમી જથ્થો ફેંકી ગયાની ચર્ચા

આ પણ વાંચો : કપડવંજ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: FSL રિપોર્ટમાં ઘાતક કેમિકલનો ખુલાસો, મુખ્ય આરોપી મિતુલ પટેલ હજુ ફરાર

આ પણ વાંચો : ઝેરી કેમિકલ પાઇપલાઇન સામે પોરબંદરવાસીઓ રસ્તા પર