Ahmedabad News : નવું ડ્રાઈનિંગ લાયસન્સ ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. હવે ઘરે બેઠા જ RTO લર્નિંગ લાયસન્સ નીકળી શકશે. તે સિવાય લર્નિંગ લાયસન્સની જૂની પદ્ધતિ પણ યથાવત્ રહેશે. 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થશે. જેમાં ઘરે બેઠા ઓનલાઈન પરીક્ષા આપી શકાશે.
એક તો ચોક્કસ ટાઈમ સ્લોટમાં કોમ્પ્યુટર ટેસ્ટ આપવા જવાનું અને નાપાસ થાય તો ફરી ધક્કો ખાવાનો ઊભો રહેતો હતો. હવે તે ધક્કા ખાવા નહીં પડે. લર્નિંગ લાયસન્સ માટે હવે ફેસલેસ સેવા શરૂ થશે.લર્નિંગ લાઈસન્સ ઘરે બેઠાં જ નીકળી જાય તેવી 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થશે.
જેના પગલે હવે ગુજરાતમાં પણ લર્નિંગ લાઈસન્સ ઘરે બેઠાં મળી શકે તેવી વ્યવસ્થા શરૂ કરી દેવાઈ છે. નવા ડ્રાઈવિંગ લાયસન્સ ઈચ્છુક માટે સારા સમાચાર આવ્યા છે. હવે ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ કાઢી શકશે.
આ પણ વાંચો:જુનાગઢ : વિસાવદર વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસની બેઠક
આ પણ વાંચો:જુનાગઢમાં વિદ્યાર્થીઓ પર મધમાખીઓનો હુમલો, 10 વિદ્યાર્થીઓ ઘાયલ
આ પણ વાંચો:જુનાગઢ : ગોપાલ ઇટાલિયાની જાહેરાત બાદ ભુપત ભાયાણીએ આપી પ્રતિક્રિયા

