Junagadh news જુનાગઢમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગિરનાર જંગલ વિસ્તારમાં પર્વતારોહણ કરવા આવેલા વિદ્યાર્થીઓના જુથ પર મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. ત્યારે ઘાયલ વિદ્યાર્થીઓને ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ એક શાળાના વિદ્યાર્થીઓ સમરકેમ્પ માટે ગિરનાર વિસ્તારમાં આવ્યા હતા. જેમાં 150 વિદ્યાર્થીઓના 2 ગ્રુપ શામેલ હતા. ત્યારે ભવનાથના પાંચ નાકા પુલ પાસે પર્વત પર આ ઘટના બની હતી. મધમાખીના ઝુંડે એકાએક હુમલો કરી દેતા ટ્રેકિંગ કરવા ગયેલા 10થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
મધમાખીના હુમલાથી ઘાયલ વિદ્યાર્થીઓને ચાર જેટલી 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યારે મળતી માહિતી મુજબ ઘાયલોનું પર્વત પરથી રેસ્ક્યુ કરાઈ રહ્યું છે. ત્યારે તમામ ઘાયલ વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:પહેલા પતિથી અલગ થયેલી મહિલા બીજા પતિ પાસેથી માંગી શકે છે ભરણપોષણ, સુપ્રીમ કોર્ટનો નિર્ણય
આ પણ વાંચો:કોર્ટે પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો, તો વ્યક્તિ બેગમાં 2 અને 1 રૂપિયાના સિક્કા લઈને પહોંચ્યો
