- વલસાડમાં 120 આવાસનો સ્લેબ થયો ધરાશાયી
- શાકભાજી માર્કેટ પાસે ન.પા.હસ્તકના આવાસનો સ્લેબ ધરાશાયી
- આશરે 30 વર્ષ જૂની 120 આવસ બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી
- ચાલુ માર્કેટ સ્લેબ પડતા દોડધામ મચી
- પાલિકાને વારંવાર રજૂઆત છતા રિનોવેશન ન થતા બની ઘટના
- સ્લેબ ધરાસાઈ થતા એક વ્યક્તિને ઇજા
- ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો
- વલસાડ ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી
વલસાડ ના શાકભાજી માર્કેટ ખાતે નગર પાલિકા હસ્થક આવેલ 120 આવસ નો સ્લેબ આજરોજ મોડી સાંજે ધડાકાભેર તૂટી પડ્યો હતો સ્લેબ તૂટતા એક વ્યક્તિ ને હાથના ભાગે ઇજા પોહચી હતું ઘાયલ ને સ્થાનિક લોકો દ્રારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તો માર્કેટ ચાલુ હોય તે દરમિયાન સ્લેબ પડતા દોડધામ મચી જવા પામી હતી 120 આવાસ માં અવારનવાર આવી રીતે સ્લેબો પડતા હોવાનું સ્થાનિકો દ્રારા જણાવમાં આવ્યુ હતું.
સ્થાનિક લોકો તથા સ્થાનિક સભ્ય રાજેશ પટેલ (ઉર્ફે રાજુ મરચા ) દ્રારા વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્રારા બિલ્ડીંગ નું રીનોવેશન ન કરતા ઘટના બનવા પામી છે ઘટના બનતા ની સાથે વલસાડ ફાયર ની ટિમ ઘટના સ્થળે પોહચી કામગીરી હાથ ધરી
જુઓ આ ફોટા….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
