Not Set/ ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પિરિયડ શરૂ થતા અભયારણ્ય બંધ

કચ્છનું નાનું રણ 4954 ચોરસ કિલો મીટરનાં વિસ્તારમાં ફેલાયેલુ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલા છે.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

કચ્છનું નાનું રણ 4954 ચોરસ કિલો મીટરનાં વિસ્તારમાં ફેલાયેલુ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલા છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છનાં નાના રણમાં જોવા મળે છે.

મોંઘવારીની માર / શું મોંઘા પેટ્રોલ-ડીઝલથી મળશે રાહત? વધતી કિંમતોથી સરકાર એલર્ટ

હાલ ચોમાસાની સીઝન શરૂ થવાની તૈયારીમાં છે. આ રણની અંદર શિયાળાની સીઝનમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે સરકારનાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે. બુધવારથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે. તેનુ મુખ્ય કારણ ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પિરિયડ હોય છે. માટે તેને ખલેલ ન પડે તે માટે આ અભ્યારણ્ય ને બંધ કરવામાં આવે છે.

અદભૂત / પૃથ્વી પર હવે 4 નહી પણ 5 મહાસાગર, જાણો શું રાખવામાં આવ્યું નામ

છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ વખતે પણ કોરોનાનાં કારણે લોકડાઉન હતું જેના કારણે અભ્યારણ હાલ બંધ જ હતું. જેના કારણે અભયારણ્યને આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીંયા આવે છે. પણ હવે આ અભ્યારણ બુધવારથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યુ છે. જે આગામી 15 ઓક્ટોબરનાં રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.