Not Set/ અમદાવાદ/ આવતીકાલથી તમામ બ્રિજ ખોલી દેવાશે, માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરાશે

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ અનુસાર હવે ગુજરાતમાં પણ અનલોક 1.૦નો આવતી કાલથી અમલ શરુ થશે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે લેવાઈ રહેલા અનેક પગલાઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, અમદાવાદના જે બ્રિજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, તે ઉઠાવી […]

Ahmedabad Gujarat

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ અનુસાર હવે ગુજરાતમાં પણ અનલોક 1.૦નો આવતી કાલથી અમલ શરુ થશે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે લેવાઈ રહેલા અનેક પગલાઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, અમદાવાદના જે બ્રિજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, તે ઉઠાવી લેવામાં આવ્યો છે. આવતીકાલથી તમામ બ્રિજને અવરજવર માટે ખુલ્લા મૂકવાનો નિર્ણય લેવામા આવ્યો છે. 

અમદાવાદ શહેરમાં અગાઉ કેન્ટેઈનમેન્ટ ઝોન અંતર્ગત મૂકવામાં આવેલ વિસ્તારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હવે શહેરના કેટલાક વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સંપૂર્ણ વોર્ડને બદલે જે-તે વોર્ડમાં સમાવિષ્ટ કેટલાક વિસ્તારોને જ માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં મૂકાશએ. જેનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.