Gujarat News : નદી, તળાવમાં ડૂબી જવાના બે અલગ અલગ બનાવમાં બે યુવાનોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બનાવમાં તળાવમાં કિશોરી સહિત ત્રણ જણા ડૂબી જતા ફાયર કર્મચારીઓએ તેમની શોધ હાથ ધરી છે.
પ્રથમ બનાવની વિગત મુજબ ધુળેટીનો તહેવાર હોવાથી હોળી રમ્યા બાદ કેટલાક યુવાનો બનાસકાંઠાના બાલારામ નદીમાં નહાવા માટે આવ્યા હતા. દરમિયાન નહાવા પડેલા બે યુવકો ડૂબી જતા સ્થાનિક લોકોએ તેમને બહાર કાઢ્યા હતા. આ અંગે પાલનપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.
તપાસમાં બન્ને યુવકો ડીસા તાલુકાના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.
અન્ય બનાવમાં વડતાલ ખાતે આવેલા ગોમતી તળાવમાં ત્રણ જણા ડૂબી ગયા હતા. જેમને શોધવાની કામગીરી ચાલી રહી છે.
આ બનાવની વિગત મુજબ વડતાલ સ્થિત ગોમતી તળાવમાં લોકો મોટી સંખ્યામાં નહાવા માટે આવતા હોય છે. દરમિયાન નહાવા પડેલી એક કિશોરી સહિત ત્રણ જણા ડૂબી ગયા હતા. જેને પગલે નડિયાદ ફાયરબ્રિગેડની ટીમને આ અંગે જાણ કરવામાં આવી હતી.
યરના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તળાવમાં ડૂબી ગયેલાઓની શોધ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃIPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર
આ પણ વાંચોઃ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….
