Rajkot News: સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદ ( (Rajkot Heavy Rain))ની અસર રાજકોટ શહેરમાં પણ જોવા મળી રહી છે. માત્ર થોડા કલાકોમાં પડેલા સાડા ત્રણ ઈંચ વરસાદને કારણે શહેરના અનેક મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદ (Rajkot Heavy Rain)ને પગલે વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે.
રાજકોટ ઉપરાંત જૂનાગઢ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં પણ સતત વરસાદ (Rajkot Heavy Rain) નોંધાઈ રહ્યો છે. રાજકોટમાં વરસાદનું પ્રમાણ વધતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.
Rajkot Heavy Rain:પાણીના નિકાલ માટે RMC તાત્કાલિક એક્શન મોડમાં
ભારે વરસાદ (Rajkot Heavy Rain) બાદ પાણીનો ભરાવો ઓછો કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC)એ તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમ કાર્યક્ષમ રહે તે માટે મુખ્ય માર્ગો પર આવેલા મેનહોલ ખોલવામાં આવ્યા છે, જેથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે. મનપાના અધિકારીઓ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ ફિલ્ડ ટીમોને સૂચનાઓ આપવામાં આવી રહી છે.
મેનહોલ પર 3-3 કર્મચારીઓની ડ્યુટી
ખુલ્લા મેનહોલને કારણે કોઈ અકસ્માત ન બને તે માટે RMCએ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. દરેક ખુલ્લા મેનહોલ પાસે ત્રણ-ત્રણ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓ ટ્રાફિકનું માર્ગદર્શન આપવા ઉપરાંત લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખી રહ્યા છે.આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા માટે વિશેષ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી જરૂર પડે તો તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી શકાય.
આ પણ વાંચો:અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે AMCએ સંજીવની-ડ્રાઇવ ઇન રોડ ખોદ્યો, વાહનચાલકોમાં રોષ
આ પણ વાંચો:પાલનપુરના આકર્ષણ રોડ પર મોટો ભૂવો પડ્યો, ટ્રક ખાબકતા હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકજામ
આ પણ વાંચો:છોટાઉદેપુરના બોડેલીમાં 4 વર્ષની બાળકી કોતરના પાણીમાં તણાઈ, 500 મીટર દૂરથી મૃતદેહ મળ્યો
