@બલદેવ ભરવાડ
Halvad News: ગુજરાતમાં એકમાત્ર મહિલાઓ સંચાલિત મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની મુદત પૂરી થતાં આગામી 29 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર હતી. કુલ 11 બેઠકો પર ભાજપ પ્રેરિત મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા સાથે જ ચાર સામા પક્ષે પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જોકે જેમાંના ત્રણ રદ થયા છે.એટલે કે હાલ તો મહિલા દૂધ સંઘ બિનહરીફ થાય તેવું વર્તાઈ રહ્યું છે.
મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં મોરબી જિલ્લાના પાંચે પાંચ તાલુકાની બે-બે બેઠક મળી કુલ 11 સીટ પર ભાજપ પ્રેરિત ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને આજે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ હતો જેમાં વાકાનેરમા સામા પક્ષે દાવેદારી કરનાર ચારમાંથી ત્રણ ફોર્મ રદ થયા છે. જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખ 13 હોય જેથી મહિલા દૂધ સંઘ બિનહરીફ થાય તેવું ચોક્કસ પણે લાગી રહ્યું છે.
હળવદની બંને બેઠકો પર સહકારી આગેવાન અને વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા દેવશીભાઈ ભીમાભાઇ દોરાલાના ધર્મ પત્ની ડાહીબેન દોરાલાની અને સહકારી આગેવાન નરેન્દ્રસિંહ રાણાના પુત્રવધુ અલ્કાબા દેવેન્દ્રસિંહ રાણાની બિનહરીફ વરર્ણી થઈ છે.
અત્રે ઉલ્લેખની છે કે હળવદ,માળીયા મીયાણા,મોરબી અને ટંકારામાં આવતી દૂધ સંઘની આઠ બેઠકો ભાજપ તરફી બિનહરી થઈ ગઈ છે જ્યારે વાંકાનેરની બે બેઠકો પર સામા પક્ષે ચાર દાવેદારી થઈ હતી જોકે આજે ત્રણ ફોર્મ રદ થતાં એક બેઠક બિનહરીફ થઈ છે અને અન્ય એક બેઠક પર સામા પક્ષે દાવેદારી હોય જેથી ફોર્મ પર જ ખેંચવાની તારીખ 13 ના રોજ ચિત્ર સ્પષ્ટ થશે.
