HIMATNAGAR/ સાબરડેરીમાં બોઈલર સફાઈ દરમિયાન 1 શ્રમિકનું મોત અને 2ને ઈજા, નગરપાલિકા તંત્ર હરકતમાં !

હિંમતનગરમાં પાસે આવેલ સાબરડેરીમાં મજૂર સાથે બની ઘટના, બોઈલર સફાઈ કરતી વખતે બની ઘટના 1 નું મોત નીપજ્યું, 2 મજૂરો ઘાયલ…..તંત્ર હરકતમાં

Top Stories Gujarat Others Breaking News

Himatnagar News : હિંમતનગર પાસે આવેલ સાબરડેરીમાં આજે મજૂરો બોઇલર સાફ કરી રહ્યા હતાં. ત્યારે ગૂંગળામણ થતાં 1 નું મોત થયું છે જ્યારે અન્ય 2 મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સાબરડેરીમાં બોઈલર સફાઈ દરમિયાન એક શ્રમિકનું મોત થયું હોવાના સમાચાર મળ્યા છે. આ ઘટનાને લઈને નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ આ મામલે મોટો ખુલાસો કર્યો છે.

ગઢવીએ જણાવ્યું કે, “અમને એવી માહિતી મળી છે કે આવી કોઈ ઘટના બની નથી. પરંતુ અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.”

આ ઘટનાને લઈને એવી શંકા સેવાઈ રહી છે કે સાબરડેરી તંત્ર આ મામલે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીફ ઓફિસર સાથે ફાયર અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ, લોકો માંગ કરી રહ્યા છે કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરડેરીની વાર્ષિક સાધારણ સભા, 18.50 ટકા વાર્ષિક ભાવફેર જાહેર કરાયો, ચાર લાખ કરતા વધારે પશુપાલકોને લાભ થશે, ગત વર્ષે 19 ટકા ભાવફેર જાહેર કરવામાં

આ પણ વાંચો: સાબરડેરીએ દૂધની ખરીદીના ભાવમાં કર્યો વધારો સાબરકાંઠા, અરવલ્લીના પશુપાલકો માટે સમાચાર દૂધના ખરીદીના ભાવમાં રૂ. 20 પ્રતિકિલો ફેટે વધારો હાલ 800 રૂ. પ્રતિકિલો ફેટે દૂધની ખરીદી કરે છે 20 રૂપિયા પ્રતિકીલો ફેટે ભા

આ પણ વાંચો: સાબરકાંઠામાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ રદ, વરસાદી માહોલના પગલે કાર્યક્રમ સ્થગિત, ટૂંક જ સમયમાં જાહેર થશે નવી તારીખ, સાબરડેરીમાં 1000 કરોડ વધારે પ્રોજેક્ટનું હતું લોકાર્પણ