- બે કાર વચ્ચે અકસ્માત બાદ થઈ બબાલ
- ટ્રાફિક પોલીસની હાજરીમાં સ્થિતિ વણસી
- બે કાર ચાલકો વચ્ચે થઈ છુટ્ટાહાથની મારામારી
- મહિલા અને પુરુષો વચ્ચે થઈ મારામારી
- ઘટના બનતા ટ્રાફિક જામ ની પરિસ્થિતિ સર્જાઈ હતી
આપણે તૈયાર થઈને કોઈ પ્રસંગમાં જઈ રહ્યા હોઈએ અને રસ્તામાં વગર કારણે કોઈ કારને અથડાઈ ને જતું રહે તો …. શું થાય..? જાય ને મગજનો પારો..? બસ આવું જ કાઈ બન્યું છે વલસાડ જીલ્લાના કલ્યાણ બાગ પાસે.
અહીં બે કારચાલકો કોઇ પ્રસંગમાં જવા માટે ઘરેથી તૈયાર થઇને નીકળ્યા હતા. ત્યારે કલ્યાણ બાગ સર્કલ નજીક બે કાર વચ્ચે અચાનક ટક્કર વાગી ગઇ અને પછી તો.. બંને કાર ચાલકો એક બીજા પર રીતસર તૂટી જ પડ્યા હતા.
સામાન્ય ટક્કરમાં તો બન્ને કારચાલકો અને તેમના પરિવાર એકબીજાને મારામારી કરવા લાગ્યા અને રસ્તા વચ્ચે જાણે યુદ્ધ ભૂમિ સર્જી દીધી હતી. જાહેરમાં બે સભ્ય દેખાતા પરીવારે એકબીજાને માર માર્યો હતો. મહત્વની વાત તો એ છે કે આ હાથાપાઈમાં માત્ર પુરુષો જ નહિ પરંતુ પરિવારની મહિલાઓ પણ મારામારીમાં જોડાઇ ગઇ હતી.
અને બંને સભ્ય દેખાતા પરિવારજનોએ ભેગા મળીને જાહેર રસ્તાને યુદ્ધભૂમિ બનાવી દીધી હતી. આખરે આટલો ઝઘડો જોઇને ટીઆરબીના જવાનો અને અન્ય લોકો વચ્ચે પડયા. અને ઝઘડતા લોકોને છુટા પાડીને મામલો શાંત પાડયો. તો બીજી તરફ મારામારીને કારણે ટ્રાફિક જામ પણ સર્જાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
