દિવાળીના તહેવાર બાદ રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા ત્રીજી લહેરને રોકવા માટે મહાનગર પાલિકા દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યાં છે ત્યારે આવતીકાલથી જ એરપોર્ટ, બસપોર્ટ અને રેલવે સ્ટેશન પર સ્ક્રીનિંગ અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવશે. બહારગામથી રાજકોટ આવતા દરેક મુસાફરોનું ટેસ્ટીંગ કરવામાં આવશે. જો શંકાસ્પદ જણાય તો તે વ્યક્તિનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. કેસ સતત વધતા રહેશે તો આકરા નિયંત્રણો મુકવાની પણ વિચારણા મુકવાની પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો ;ગુજરાત / રાજયના CMના હસ્તે ‘નિરામય ગુજરાત’ યોજનાનો કરાયો શુભારંભ, જાણો આ યોજના વિશે….
રાજ્ય સરકારની સુચના મુજબ આવતીકાલથી કોર્પોરેશન દ્વારા શહેરમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર બહારગામથી રાજકોટમાં આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કરવામાં આવશે. એરપોર્ટ પર એક ટીમ, રેલવે સ્ટેશન પર પાંચ ટીમ અને બસ પોર્ટ પર પાંચ ટીમ એક કુલ 11 ટીમો રાઉન્ડ ધ કલોક સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી કરશે. દરેક મુસાફરોનું ટેસ્ટીંગ કરવામાં આવશે અને શંકાસ્પદ જણાય તેનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો ;અનોખી ભેટ / પદ્મશ્રીથી સમ્માનિત બંગાળી વણકર બીરેને નરેન્દ્ર મોદીને એક વિશેષ સાડી ભેટમાં આપી…..
કોરોનાનું સંક્રમણ ઘટતા કોવિડ સ્ટાફને છુટો કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલા મહેકમને ભરવા માટે હંગામી ધોરણે સ્ટાફની પણ ભરતી કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ટેસ્ટીંગનું પ્રમાણ પણ બમણુ કરી દેવામાં આવ્યું છે. દિવાળીના તહેવારોમાં દૈનિક 600 ટેસ્ટ કરવામાં આવતા હતા. હવે રોજ 1200 વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. હાલના તબક્કે માત્ર એરપોર્ટ, બસપોર્ટ અને રેલવે સ્ટેશન પર જ સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવશે. જો જરૂર પડશે અને કેસ વધશે તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે, હાલ સ્થિતિ ચિંતાનજક નથી. પરંતુ જો કેસમાં સતત વધારો થતો રહેશે તો આગામી દિવસોમાં નિયંત્રણો પણ લાદવામાં આવશે.
