Surat News : સતાધાર વિવાદના પડઘા સુરતમાં પડ્યા છે. જેમાં એક સાથે 500 શ્રઘ્ધાળુઓએ આવેદનપત્ર આપ્યું છે. સનાતન ધર્મ અને મહંત વિજય બાપુના સમર્થનમાં આવેદન આપવામાં આવ્યું છે.
જેમાં ગુર્જર ક્ષત્રિય સમાજ તેમજ આગેવાનો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે. જેમાં અન્ય સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા છે.
આ સંદર્ભે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને જોરદાર રજૂઆત કરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં મહંત વિજયબાપુ સામે ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું આગોવાનોનું કહેવું છે.તે સિવાય આગેવાનોએ પૈસા પડાવવા માટેનું ષડયંત્ર ચરાયું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તે સિવાય આ પ્રકરણમાં મોટા માથાઓનો હાથ હોવાની શંકા પણ આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જેમાં સરકાર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટમાં બિલ્ડર જૂથ પર CGSTના દરોડાનો મામલો
આ પણ વાંચો: રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા
આ પણ વાંચો: અંબાજીમાં મારબલ ફેકટરીમાં CGSTના દરોડા, રૂ. 20 કરોડની ચોરી પકડાઇ
