Ahmedabad News/ રાજ્ય પરથી કમોસમી માવઠાનું સંકટ ટળ્યું, હવામાન વિભાગની આગાહી

રાજ્યમા 2 અને 3 ફેબ્રુઆરીના કમોસમી આગાહી કરવામાં આવેલી હતી, અગાઉ આગાહી કરાયેલી સંભવિત સિસ્ટમ નબળી પડતા માવઠાથી રાહત મળી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય પરથી કમોસમી માવઠાનું સંકટ હાલ ટળ્યું છે. અગાઉ આગાહી કરાયેલી સંભવિત સિસ્ટમ નબળી પડતા માવઠાથી રાહત મળી છે. રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ લગભગ ટળ્યું છે. માવઠાની સિસ્ટમ નબળી પડી હોવાની હવામાન વિભાગની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી અઠવાડિયામાં તાપમાનમાં ફેરફારની શક્યતા નથી

હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરી હતી, પરંતુ હવે સિસ્ટમ નબળી પડતા તેની શક્યતા ઓછી છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ નોંધાયું છે. અમદાવાદમાં 15.9 ડિગ્રી સેલ્સિયસ અને કેશોદમાં 12.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

આગામી સમયમાં 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેના કારણે હવામાનમાં પલટો આવી શકે છે. હાલ ઉત્તર પશ્ચિમી તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની અસરથી તાપમાનમાં વધઘટ થઈ શકે છે. ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાથી ગરમીનો અનુભવ થશે તેમજ બે વસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી સમયમાં સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું હજુ શિયાળો ગયો નથી. પરંતુ સામાન્ય ગરમીનો પ્રભાવ જોવા મળી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અહીં ખૂલી ધૂપ તો, અહીં પારો હજુ પણ માઈનસમાં છે, જાણો IMDનું હવામાન અપડેટ

આ પણ વાંચો: રાજ્યમાં હવામાન વિભાગે કરી આગાહી, વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે

આ પણ વાંચો: ઠંડીમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જાણો હવામાન વિભાગની આગાહી