Gujarat Weather/ ઠંડીમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જાણો હવામાન વિભાગની આગાહી

લોકોને ભરઠંડીમાં વરસાદનો પણ સામનો કરવો પડશે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી(Cold)નો પ્રકોપ વધી રહ્યો છે. ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. જેમાં નલિયા 9.8 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે  અમદાવાદમાં 14.3, ગાંધીનગરમાં 14.8 ડિગ્રી તો કંડલામાં 11.9 ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. મહુવામાં 13.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિગ્રી તાપમાન, રાજકોટ અને કેશોદમાં 12.7 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 13.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Temperature Likely To Rise Over Northwest, Central India In Next 48 Hours: Weather Office

કમોસમી વરસાદ(Unseasonal Rain)ના કારણે લોકોને ભરઠંડીમાં વરસાદનો પણ સામનો કરવો પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ(Western Disturbance)ને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે, એ અસ્થિરના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું થાય તેવી આગાહી કરી છે. બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે માવઠું પડી શકે છે. આ ઉપરાંત 28મી ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ઠંડી યથાવત રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો થવાની શક્યતા, હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠશે, હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો:હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી, પાકને અસર પહોંચશે