Jamnagar News : જામનગરમાં 10 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Modi)ની મુલાકાતને લઈ શહેરમાં ઉત્સાહનો માહોલ છે. તેમના આગમન નિમિત્તે એરપોર્ટથી લાલ બંગલા સર્કલ સુધી ભવ્ય રોડ-શોની તૈયારી કરવામાં આવી રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા તંત્ર દ્વારા વ્યાપક આયોજન હાથ ધરાયું છે.
ભવ્ય રોડ-શો માટે વિશેષ તૈયારીઓ
નક્કી કરાયેલા રૂટ પર વિવિધ સ્થળોએ ત્રણ સ્ટેજ બનાવવામાં આવશે, જ્યાંથી વડાપ્રધાન નાગરિકોને અભિવાદન સ્વીકારશે. સમગ્ર માર્ગ પર લાઈટિંગ અને ડેકોરેશન દ્વારા ઉત્સવી માહોલ ઊભો કરવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.

સુરક્ષા વ્યવસ્થાની કડક સમીક્ષા
વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા રોડ-શો રૂટનું નિરીક્ષણ કરી સુરક્ષા અને પ્રોટોકોલની સમીક્ષા કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી સહિતના અધિકારીઓએ વ્યવસ્થાઓનું મૂલ્યાંકન કર્યું.

સર્કિટ હાઉસમાં રોકાણની સંભાવના
મોદી 10 મેની રાત્રે જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસમાં રોકાણ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આને લઈને સર્કિટ હાઉસમાં નવીનીકરણ તેમજ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવાની કામગીરી ચાલી રહી છે.
વડાપ્રધાનની મુલાકાતને પગલે સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર એલર્ટ મોડ પર છે.
