Rajkot youth-Heart attack/ કોરોના પછી રાજ્યમાં યુવાનોમાં વધ્યું હાર્ટએટેકનું પ્રમાણઃ રાજકોટના જેતપુરમાં યુવાનનું મોત

રાજ્યમાં કોરોના પછી યુવાનોમાંહાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. તેમા પણ આઇસીએમઆરે રિપોર્ટ આપ્યો છે કે કોરોનામાં હોસ્પિટલાઇઝ થયેલા અથવા કોરોનાનો ભોગ બનેલા લોકો પર એક વર્ષના સમયગાળામાં હાર્ટ એટેક આવવાનો ખતરો વધારે છે.

Top Stories Gujarat Rajkot

રાજકોટઃ રાજ્યમાં કોરોના પછી યુવાનોમાં Youth death-Heart attack હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. તેમા પણ આઇસીએમઆરે રિપોર્ટ આપ્યો છે કે કોરોનામાં હોસ્પિટલાઇઝ થયેલા અથવા કોરોનાનો ભોગ બનેલા લોકો પર એક વર્ષના સમયગાળામાં હાર્ટ એટેક આવવાનો ખતરો વધારે છે.

સૌરાષ્ટ્રના રાજકોટના જેતપુરમાં એક યુવાનનું હાર્ટએટેકથી નિધન થયું છે. જેતપુરમાં 40 વર્ષના અશોક ચૌધરીને કારખાનામાં કામ દરમિયાન જ હાર્ટએટેક આવ્યો હતો. તેના લીધે તેનું મોત થયું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જેતપુર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

આ પહેલા માણાવદરમાં બાવાવાડી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય યુવાનનું હાર્ટએટેકના લીધે મોત થયું હતું. આ બનાવના પગલે માણાવદરમાં લોકો સ્તબ્ધથઈ ગયા હતા.માણાવદરના બાવાવાળી વિસ્તારમાં રહેતા કેવલ શશીકાંતભાઈ નીમાવત ફાસ્ટફૂડનો વ્યવસાય કરે છે. શ્રાવણ માસમાં માણાવદરના ત્રયંબકેશ્વર મહાદેવ એટલે કે મહાદેવીયા મંદિર ખાતે દર સોમવારે મેળો ભરાત ત્યાં ફાસ્ટફૂડનો સ્ટોલ નાખે છે.

મેળામાં સ્ટોલ પર જવા દરમિયાન જ અચાનક જોરદાર હાર્ટએટેક આવતા યુવાન ત્યાં જ ઢળી પડ્યો હતો. લોકોએ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા યુવાનનું મોત નીપજ્યું હતું.

 

આ પણ વાંચોઃ ICC World Cup 2023 Ticket/  વર્લ્ડ કપ 2023ની ટિકિટનું વેચાણ શરૂ, પહેલા જ દિવસે વેબસાઇટ ક્રેશ; જાણો ક્યારે થશે ભારતની મેચની બુકિંગ 

આ પણ વાંચોઃ CJI-Lawyer-Technology/ CJI ચંદ્રચૂડ વકીલો પર અકળાયા ‘ટેક્નોલોજી માટે આટલા અનફ્રેન્ડલી કેમ?’

આ પણ વાંચોઃWorld Cup 2023/ વર્લ્ડ કપ 2023માં ત્રીજા નહીં ચોથા નંબર પર રમશે વિરાટ? ડી વિલિયર્સે આપ્યો ગુરુમંત્ર 

આ પણ વાંચોઃ Chandrayaan 3/ લેન્ડિંગ પોઈન્ટનું નામ ‘શિવશક્તિ’ રાખવા પર હોબાળો, ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતે ‘વાંધો’ વ્યક્ત કર્યો

આ પણ વાંચોઃ Jakhau-Ammunition/ કચ્છમાં જખૌ બંદર નજીક દારૂગોળો મળતા સનસનાટી