Jakhau-Ammunition/ કચ્છમાં જખૌ બંદર નજીક દારૂગોળો મળતા સનસનાટી

કચ્છમાં જખૌ બંદર નજીકથી દારૂગોળો મળતા સનસનાટી મચી ગઈ છે. આ પ્રકારનો દારુગોળો બંદર નજીકથી મળતા પોલીસ પણ અચંબામાં છે. આ પ્રકારનો દારૂગોળો નવો છે કે જૂનો છે એટલે કે યુદ્ધ સમયનો છે તેની તપાસાર્થે મોકલી આપવામાં આવ્યો છે.

Top Stories Gujarat
Kutch Jakhau Ammunition કચ્છમાં જખૌ બંદર નજીક દારૂગોળો મળતા સનસનાટી

જખૌઃ કચ્છમાં જખૌ બંદર નજીકથી દારૂગોળો મળતા Jakhau-Ammunition સનસનાટી મચી ગઈ છે. આ પ્રકારનો દારુગોળો બંદર નજીકથી મળતા પોલીસ પણ અચંબામાં છે. આ પ્રકારનો દારૂગોળો નવો છે કે જૂનો છે એટલે કે યુદ્ધ સમયનો છે તેની તપાસાર્થે મોકલી આપવામાં આવ્યો છે. પણ પોલીસ તે વાતને લઈને સ્પષ્ટ છે કે આ દારૂગોળો તો છે. એક રીતે આ બિનવારસી શેલ છે. કચ્છમાં આ રીતે બિનવારસી શેલ મળી આવવો કંઈ નવો બનાવ નથી. પણ સેલ બંદર નજીક મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.

પોલીસે દારૂગોળાને લગતા દરેક પાસાને કવર કરવાનો Jakhau-Ammunition પ્રારંભ કર્યો છે. તેની સાથે નજીકની લશ્કરી પોસ્ટને પણ જાણ કરી છે કે તેમને ત્યાંથી તો આ પ્રકારનો દારૂગોળો કોઈ કવાયત દરમિયાન તો આવ્યો નથી. તેથી લશ્કરી ટુકડી પણ આ દારૂગોળાના મોરચે તપાસમાં લાગી ગઈ છે. આ વિસ્ફોટક સેલ ગઇકાલે પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યો હતો. પોલીસે બિનવારસી શેલ અંગે તપાસ હાથ ધરી છે.

આ પહેલા પોલીસને પીંગલેશ્વર નજીકથી પણ દારૂગોળો Jakhau-Ammunition મળ્યો હતો. તે સમયે પણ પોલીસ આંચકો પામી હતી. આગામી સમયમાં પોલીસ આ અંગે પ્રકાશ પાડે તેમ માનવામાં આવી રહ્યુ છે. હાલમાં તો દારૂગોળાની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.

 

આ પણ વાંચોઃ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની રાખડી/આ રક્ષાબંધને બહેન કહેશે…બસ હવે બહુ થયું…’નો ડ્રગ્સ’

આ પણ વાંચોઃ પંચમહાલ/પ્રખ્યાયત યાત્રાધામ પાવાગઢ મંદિરમાં મોટી દુર્ઘટના ટળી,કેબલ ટ્રેક પરથી ઉતરી જતા શ્રદ્વાળુઓના જીવ તાળવે ચોટીયા

આ પણ વાંચોઃ અહો આશ્ચર્યમ…!!/9 મહિનાનું બાળક LED બલ્બ ગળી ગયું….!!

આ પણ વાંચોઃ જાત પ્રસિદ્ધ ભારે પડી/વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીને સુરત પોલીસ કમિશનરને મળ્યા વગર પરત ફર્યા

આ પણ વાંચોઃ ahmedabad civil hospital/અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની અકલ્પનિય સિધ્ધી, બે સફળ અંગદાન દ્વારા 8ને નવજીવન