પંચમહાલના પાવાગઢથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાયત યાત્રાધામ પાવાગઢ મંદિરમાં મોટી દુર્ઘટના ટળી ગઇ હતી,માં એ શ્રદ્વાળુઓને બચાવી લીધા હતા. રોપવે માં ટેકનીકલ ખરાબી સર્જાતા ટ્રેક પરથી રોપવે ઉતરી જતા ઉડન ખટોલામાં મુસાફરી કરી રહેલા શ્રદ્વાળુઓના જીવ તાળવો ચોટી ગયા હતા. રોપ-વે સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીની ગંભીર બેદરકારીને લીધે ઘટી હોવાની ચર્ચા સામે આવી છે. ઉપર અડધા કલાકથી વધુ સમય સુધી લોકો ઉંચાઈ પર ઝુલતા રહ્યા હતા.મળતી માહિતી મુજબ પાવાગઢ રોપ-વેના પાંચ નંબરના થાંભલામાં ખામી સર્જાઈ હતી જેને કારણે રોપ-વે બંધ પડ્યો હતો, જો કે ફસાયેલા તમામ યાત્રાળુઓની સફળતાપૂર્વક રેક્સ્યૂ કરી લેવામાં આવ્યું છે. આ ઘટાનામાં જાનહાનીના કોઈ સમાચાર નથી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ મેન્ટેનન્સના નામ પર ઉડન ખટોલા 5 દિવસ સુધી બંધ કરાયો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો રોપ-વેનું મેઈન્ટેનન્સ કરાયુ હતુ તો પથી આ પરિસ્થિતિ કેમ નિર્માણ પામી અનેક સવાલ હાલ ઉભા થયા છે. પાવાગઢ માતાના લીધે કોઇ મોટી ઘટના ઘટી નથી જે સારી બાબત છે. મોરબી બાદ ફરી એકવાર ગોઝારો અકસ્માત જોવા મળ્યો હોત!,મોટી દુર્ઘટના થતા ટળી છે. રોપ-વે નો કેબલ ટ્રેક પરથઈ ઉતરી ગયો હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી, જેમા ઉડન ખટોલામાં બેસેલા સહુ લોકોના જીવ પડીકે બંધાયા હતા.યાત્રાધામ હોવાથી તંત્ર શું પગલા લેશે તે હવો જોવાનું રહ્યું.કે તંત્રને કોઇ ફરક નહીં પડેય