Not Set/ LRD સહિત વિવિધ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસને લીધી આડેહાથ

LRD સહિત વિવિધ મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. પોતાનાં આક્રમક શબ્દો પ્રહારમાં નીતિન પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસને રાજ્યમાં શાંતિ રહે તેમા રસ નથી. બધી જ્ઞાતિઓમાં વિગ્રહ થાય તેમા જ રસ છે. LRD મામલે બિન અનામત વર્ગ વિશે વાત કરતા પટેલે જણાવ્યું કે, ગઇકાલે મેં, પ્રદીપસિંહે અને અધિકારીઓ એ તમામ વર્ગનાં આગેવાનોને 3 […]

Top Stories Gujarat
nitin patel 1 LRD સહિત વિવિધ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસને લીધી આડેહાથ

LRD સહિત વિવિધ મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. પોતાનાં આક્રમક શબ્દો પ્રહારમાં નીતિન પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસને રાજ્યમાં શાંતિ રહે તેમા રસ નથી. બધી જ્ઞાતિઓમાં વિગ્રહ થાય તેમા જ રસ છે. LRD મામલે બિન અનામત વર્ગ વિશે વાત કરતા પટેલે જણાવ્યું કે, ગઇકાલે મેં, પ્રદીપસિંહે અને અધિકારીઓ એ તમામ વર્ગનાં આગેવાનોને 3 કલાક સાભળ્યા અને ચર્ચા કરી હતી. આજે મુખ્યમંત્રી સાથે પણ મેરેથોન મીટિંગ યોજાઇ ગઇ છે. સરકાર કોઇને અન્યાય નહી થવા દે અને અમે કાયદાકીય રીતે સમગ્ર મામલાનો ઉકેલ લાવવા તરફ કામ કરી રહ્યા છીએ.

આ મામલે તમામ વિગતો આપીશું, મુખ્યમંત્રી દ્વારા આગળ કેમ અને શું કરવું તે નક્કી કરાશે. મને માત્ર બિનનામતનાં લોકો સાથે મીટિંગ કરવાની જવાબદારી આપી હતી, જે કરવામાં આવી છે. આ ગંભીર મુદો છે, મુખ્યમંત્રી વિચારીને નિર્ણય કરશે. ભુજ મુદ્દે વાત કરતા પટેલે કહ્યું કે, હા મેં દૈનિક પત્ર માં સમાચાર વાંચ્યા છે. આ યોગ્ય નથી. માન મર્યાદા જળવાય એ જરૂરી છે.

કોંગ્રેસ ન આક્ષેપ મુદ્દે નીતિન પટેલે કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું કે, ગુજરાતમાં શાંતિ સલામતી રહે તેવું સરકાર ઈચ્છે છે. કોંગ્રેસે સલાહ આપવાની જરૂર નથી. કોંગ્રેસ ને રાજ્યમાં શાંતિ રહે તેમ રસ નથી, બધી જ્ઞાતિઓમાં વિગ્રહ થાય તેમા રસ છે. કોઈ વસ્તુમાં લોકોને ઉશ્કેરણી કરવી , અશાંતિ ફેલાવવી. તેનું કામ છે. નર્મદાના પાણીનો પ્રશ્ન હોય, ઘાસ ચારનો પ્રશ્ન હોય. કોંગ્રેસ જ્યાં વચ્ચે આવી છે, ત્યાં અમને ફાયદો થયો છે.

સરકાર, સરકાર નું કામ કરે છે.  તમામ લોકો અમારા છે, અમે કોઈ યોજનામાં કોઈ ભેદ ભાવ રાખ્યો નથી. બધી યોજનામાં બધી જ જ્ઞાતિ ને લાભ આપ્યો છે. મોદી સાહેબની બધી યોજનાના સવા 6 કરોડ લોકોને લાભ આપ્યો છે

કોંગ્રેસને બધે જુદા નિવેદનો આપવાની ટેવ છે અને બધે ખોટી પડે છે. પ્રજાને ગેર માર્ગે દોરે છે. કોંગ્રેસ ગુજરાતને સમૃદ્ધ રાખવા નથી ઇચ્છતી, તે ભાગલાવદી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.