Not Set/ સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં આવેલો ઓએનજીસી બ્રિજ બન્યો સુસાઇડ પોઇન્ટ

સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં આવેલો ઓએનજીસી બ્રિજ સુસાઇડ પોઇન્ટ બની ગયો છે, છેલ્લા 6 વર્ષમાં આ બ્રિજ પરથી ઝંપલાવીને 125 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભાઠા ગામના એક યુવકે જીજ્ઞેશ પટેલે પણ આ બ્રીજ પરથી આપઘાત કરતા ગામના લોકો વિફર્યા છે. ગામના લોકોએ બ્રિજ પર ટૂંકા ગાળામાં જાળી નહીં લગાડાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી […]

Gujarat
vlcsnap error456 સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં આવેલો ઓએનજીસી બ્રિજ બન્યો સુસાઇડ પોઇન્ટ

સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં આવેલો ઓએનજીસી બ્રિજ સુસાઇડ પોઇન્ટ બની ગયો છે, છેલ્લા 6 વર્ષમાં આ બ્રિજ પરથી ઝંપલાવીને 125 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભાઠા ગામના એક યુવકે જીજ્ઞેશ પટેલે પણ આ બ્રીજ પરથી આપઘાત કરતા ગામના લોકો વિફર્યા છે. ગામના લોકોએ બ્રિજ પર ટૂંકા ગાળામાં જાળી નહીં લગાડાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી છે. ભાટપોર અને ભાઠા ગામ ની આજુબાજુના 20 જેટલા ગામોએ વધતી આત્મહત્યાની ઘટનાને પગલે ગ્રામજનોએ બેજવાબદાર એનએચએ, કલેક્ટર તંત્ર પર પસ્તાળ પાડી હતી. સુસાઈડ પોઇન્ટ બનેલા ઓએનજીસી બ્રિજ પરથી સરેરાશ અઠવાડિયે 3 વ્યક્તિઓ આપઘાત કરે છે. ભૂતકાળમાં ઇચ્છાપોર પોલીસ દ્વારા એનએચએઆઈને પત્ર લખીને આ બ્રિજ ઉપર ગ્રીલ મૂકવા માટે રજૂઆત કરી હતી પણ હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. એનએચએઆઈ પ્રોજેક્ટર ડાયરેક્ટર શશી ભૂષણને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે ગ્રાન્ટ મંજૂર કરવા બાબતે પરવાનગી માગી હોવાનું જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી આ બ્રિજ ઉપર ગ્રીલ મૂકવામાં આવી નથી અને એટલેજ ગ્રામ જનો મોટી સંખ્યામાં સુરત કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા અને ભારે સુત્રોચાર કરી ગ્રીલ મુકવા માટે આવેદન પત્ર આપ્યુ છે.