Not Set/ કેશોદ/ બજારમાં ખાખટી (કુમળી કેરી)નું આગમન

આગામી વર્ષે ત્રણ તબક્કે કેરીનો પાક તૈયાર થવાની સંભાવના સાથે ખાખટીનુ બજારમાં આગમન થયુ છે. પ્રતિમણ સાતસોથી આઠસો રૂપીયાના ભાવે ખાખટીનુ વેંચાણ થતુ જોવા મળી રહ્યુ છે. છેલ્લાં એક બે વર્ષથી અવારનવાર વાતાવરણમાં બદલાવથી ગ્લોબલ વોરમીંગના કારણે આંબાઓમાં ત્રણ તબક્કામાં ઉત્પાદન થતુ જોવા મળી રહયુ છે.  ત્યારે આગામી વર્ષે પણ ત્રણ તબક્કામાં કેરીનું ઉત્પાદન થાય […]

Gujarat Others
khakhati કેશોદ/ બજારમાં ખાખટી (કુમળી કેરી)નું આગમન

આગામી વર્ષે ત્રણ તબક્કે કેરીનો પાક તૈયાર થવાની સંભાવના સાથે ખાખટીનુ બજારમાં આગમન થયુ છે. પ્રતિમણ સાતસોથી આઠસો રૂપીયાના ભાવે ખાખટીનુ વેંચાણ થતુ જોવા મળી રહ્યુ છે.

છેલ્લાં એક બે વર્ષથી અવારનવાર વાતાવરણમાં બદલાવથી ગ્લોબલ વોરમીંગના કારણે આંબાઓમાં ત્રણ તબક્કામાં ઉત્પાદન થતુ જોવા મળી રહયુ છે.  ત્યારે આગામી વર્ષે પણ ત્રણ તબક્કામાં કેરીનું ઉત્પાદન થાય તેવી સંભાવના સેવાઈ રહી છે.

બાગાયતી ખેતીનો બહોળો અનુભવ ધરાવતા ખેડુત જેરામભાઈ ધ્રાંગડે જણાવ્યું હતું કે, સરેરાશ માગશર મહીનામાં આંબામા મોર આવવાની શરૂઆત થતી હોય છે. ત્યારે આગામી વર્ષે મહા મહીનામા આંબામા મોર આવતા કેરીના સ્વાદ રસીકોને એક મહીનો મોડો કેરીનો સ્વાદ ચાખવા મળશે તેવુ લાગી રહ્યું છે. તેમજ હાલમાં કોઈ આંબાઓમાં ખાખટી જોવા મળી રહી છે. તો કોઈ આંબામાં મોર જોવા મળી રહયા છે.

ત્યારે અનેક આંબાઓમાં ફુટ થઈ જ નથી જેમાં કદાચ પાછોતરો ફાલ લાગશે,  ત્યારે ત્રણ તબક્કામાં કેરીનું ઉત્પાદન થાય તેવી શક્યતા છે. તેમજ આગામી વર્ષે આઠસોથી હજાર રૂપીયા પ્રતિમણ કેરીનો ભાગ રહેવાની શક્યતા છે. ત્યારે આગામી વર્ષે કેટલો સમય કેરીનો સ્વાદ માણવા મળશે તે જોવાનુ રહ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.