ભાવનગરના ગારીયાધારમાં એસટીના કંડક્ટર પર હુમલાનો બનાવ બન્યો છે. ફાટેલી નોટ બદલી આપવા મામલે થયેલા ઝઘડામાં ટોળાએ કંડક્ટરને ઢોરમાર મારતા તે ગંભીરપણે ઘાયલ થયો હતો. આ અંગે ગારીયાધાર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ગારીયાધારના પરવડી ગામે આ બનાવ બન્યો હતો. જેમાં સામાન્ય બાબતે ટોળાએ કંટક્ટર પર હુમલો કર્યો હતો. ફાટેલી નોટ બદલાવી આપવા મામલે ઝઘડો થતા ઉશ્કેરાયેલા ટોળાએ એસટીના કંડકટરને ઢોરમાર માર્યો હતો. એટલું જ નહી ટોળાએ કંડક્ટરને દોડાવી દોડાવીને માર માર્યો હતો. જેમાં તે ગંભીરપણે ઘાયલ થયો હતો.
હુમલામાં ગંભીરપણે ઘાયલ કંટક્ટરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
@નિકુંજ પટેલ
આ પણ વાંચો:Polo Forest/પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરશો તો દંડાશો, સાબરકાંઠા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
આ પણ વાંચો:અકસ્માત/સુરતમાં કાળમુખી સીટી બસે ફરી અકસ્માત સર્જ્યો,એક જ પરિવારના 3ને અડફેટે લીધા
આ પણ વાંચો:અમદાવાદ/આંબાવાડીમાં ભેખડ ધસી પડતા કિશોરનું મોત,ફાયર બ્રિગેડની છ ગાડીઓ….