અધિકારીઓ પર ઠલવાયો રોષ/ ભાવનગર સાધારણ સભામાં રોડ ડ્રેનેજના નબળા કામની ફરિયાદ ઉઠી

ભાવનગર મહાનગર પાલિકામાં નવ એજનદા સાથે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં રોડ અને ડ્રેનેજ ના પ્રશ્ને શાસક પક્ષ અને વિરોધ પક્ષ દ્વારા અધિકારોને આડે હાથે લીધા હતા.

Top Stories Gujarat Others

ભાવનગર મહાનગર પાલિકામાં નવ એજંન્ડા સાથે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સભામાં પૂર્વ વિરોધ પક્ષના નેતા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સરકાર દ્વારા બોર તળાવમાં પાણી નિકાલ માટે પાઈપો નાખવામાં આવી હતી તે પાઈપો બુરાઈ જતા પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે.જેથી હવે આ પાઈપોનું ડિમોવીશન કરી મોટી પાઈપો નાખવાનું સુચન કર્યુ હતું.

ભાવનગર કોર્પોરેશનની અણઆવડતને કારણે લોકો પરેશાન થય રહ્યા છે…તેમજ આડેધડ ડિવાઇડર, ડિઝાઇન વગરની સ્ટ્રોંમ લાઈન અને કાગળ પર કરેલી પ્રિમોન્સૂન કામગીરીને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વગર વરસાદે પણ હાલમાં પાણી ભરાયેલા છે..જેથી વિરોધ પક્ષના સભ્યો દ્વારા આક્રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો…આ બાબતમાં શાસક પક્ષના સભ્યોએ પણ સમર્થન આપ્યું હતું.

 ભાવનગર મહાનગર પાલિકાની મળેલી સાધારણ સભામાં વિકાસના કામો ને લઈને નવ એજનદા ને સરવાનું મટે પાસ કરવામાં આવ્યા હતા જ્યારે કોર્પોરેશન દ્વારા બોરતળાવમાં પાણી નિકાલ માટે નાના પાઇપ નાખી પાળો તો બનાવ્યો પરંતુ તેમાં કુદરતી વહેણ પણ બુરી દીધું હોવાને કારણે ગણેશગઢ મફતનગર સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા ની ફરિયાદ પૂર્વ વિરોધ પક્ષ ના નેતા દ્વારા કરવામાં આવી હતી જ્યારે  શાસક પક્ષના સભ્ય દ્વારા સુર પુરાવી દબાણ થઈ ગયા છે જેથી ડિમોલિશન માટે પણ કમિશનરને સૂચન કર્યું હતું.

ચેરમેન દ્વારા મોટા પાઇપ મૂકી પાણીનો નિકાલ કરવા જણાવ્યું હતું. જેમ જ ભાવનગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. ભાવનગરની હાલત કોર્પોરેશનની અણઆવડત ને કારણે લોકો પરેશાન થાય હતા તેમજ આડેધડ ડિવાઇડર, ડિઝાઇન વગરની સ્ટ્રોંમ લાઈન અને કાગળ પર કરેલી પ્રિમોન્સૂન કામગીરીને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વગર વરસાદે પણ હાલમાં પાણી ભરાયેલા હોવાની વિરોધ પક્ષના સભ્યો દ્વારા ઉકળાટ ઠાલવ્યો હતો. જેને શાસક પક્ષના સભ્યોએ પણ સમર્થન આપ્યું હતું.

આ પણ વાંચો:એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી, ગટરનું ઢાંકણું શોધવા નવો બનાવેલ રસ્તો ખોદી કાઢ્યો

આ પણ વાંચો:લ્યો બોલો: કાયદાનું ભાન કરવાતી પોલીસ ખુદ કાયદો ભૂલી, જુઓ વીડિયો

આ પણ વાંચો:નવસારીમાં મેઘો કોપાયમાન,ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી: નદીઓ બની ગાંડીતુર