મહાનગરપાલિકા/ જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી, ગટરનું ઢાંકણું શોધવા નવો બનાવેલ રસ્તો ખોદી કાઢ્યો

રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટરે ગટરનું ઢાંકણું રોડ બનાવતા સમયે બુરી દીધુ હતુ અને બાદમાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર દ્વારા ગટરનું ઢાંકણું ગોતવા રસ્તો ખોદી નખાયો છે.

Top Stories Gujarat Others
Untitled 76 1 જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી, ગટરનું ઢાંકણું શોધવા નવો બનાવેલ રસ્તો ખોદી કાઢ્યો

જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાદ નવા રસ્તાઓ આડેધડ બનાવાયા છે.તેનો તાજો નમુનો જોષીપરાના ખલીલપુર રોડ પર આવેલા ગંગોત્રી નગરમાં જોવા મળ્યો છે. જ્યાં રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટરે ગટરનું ઢાંકણું રોડ બનાવતા સમયે બુરી દીધુ હતુ અને બાદમાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર દ્વારા ગટરનું ઢાંકણું ગોતવા રસ્તો ખોદી નખાયો છે.

જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં સુપરવાઇઝિંગ વગરનું કામ થતું હોવાનું નમુનો સામે આવ્યો છે અહીં તાજેતરમાં જ મહાનગરપાલિકા દ્વારા ગંગોત્રી નગર વિસ્તારમાં સુંદર મજાનો રોડ બનાવવામાં આવ્યો. પરંતુ થોડા દિવસ પહેલા શહેરમાં આવેલા ભારે વરસાદના પૂરે ગટરોની અંદર કાંકરા સહિતની ગંદકી જામતા લોકોના ઘરની અંદર ગટરો ઉભરાઈ હતી જે પાણીનો નિકાલ કરવા મનપામાં રજૂઆત કરાતા ગટરોની સફાઈ કરવામાં આવી હતી પરંતુ એક ગટરનું ઢાંકણું જ કોન્ટ્રાક્ટરને નહિ મળતાં અંતે નવો બનાવવામાં આવેલો રસ્તો તોડવામાં આવ્યો હતો.

આ વિસ્તાર ખુદ જુનાગઢ મહાનગરપાલિકા ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નો વોર્ડ છે અને તે જ વિસ્તારમાં જ્યારે રસ્તો બનતો હતો ત્યારે કોઈ પણ ઈજનેરો દ્વારા દેખરેખ ન રખાતી હોવાના પણ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે તો બીજી તરફ કામગીરી સમયે હાજર સુપરવાઈઝર એવો લૂલો બચાવ કર્યો કે જે તે સમયે જેમણે કામ કર્યું તેઓએ ગટરની ચેમ્બરો ઉપર રોડ બનાવી નાખ્યા છે, અને હવે જયારે ચેમ્બરો ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે, ત્યારે ના છુટકે ચેમ્બર શોધવા માટે રોડ ખોદવા પડે છે, અને પછીથી અહી પેચવર્ક કરી આપવામાં આવશે.

આ પણ વાંચો:લ્યો બોલો: કાયદાનું ભાન કરવાતી પોલીસ ખુદ કાયદો ભૂલી, જુઓ વીડિયો

આ પણ વાંચો:અલગ અલગ રાજ્યમાં 50 કરતાં વધારે ઘરફોળ ચોરીના ગુનાને અંજામ આપતી ચડ્ડી-બનિયાનધારી ગેંગના બે ઇસમોને સુરત ક્રાઈમ

આ પણ વાંચો:ગરીબનગરમાં મકાનનો ભાગ ધરાશાયી, મકાનમાં ફસાયેલા લોકોનુ કરાયું રેસ્ક્યુ

આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી સર્જાઈ પૂરની સ્થિતિ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી