Not Set/ લક્ષચંડી મહાયજ્ઞ/ આજે સમાપન, દર્શનાર્થે લાખો ભાવિકો ઉમટી પડશે

ઊંઝા  ખાતે યોજાયેલા ચાલી રહેલા ‘લક્ષચંડી મહાયજ્ઞ’ નો આજે સમાપન દિવસ છે. આજે આ મહાયજ્ઞ ના અંતિમ દિવસે ભાવિક ભક્તોનું મહેરામણ ઊંઝા ખાતે ઉમટી પડશે. લાખોની સંખ્યામાં પાટીદારો આ યજ્ઞમાં આજે જોડાશે અને માં ઉમીયાના દર્શનનો લાભ લેશે. દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં માં ઉમીયાના ભક્તો આ મહાયજ્ઞમાં જોડવા અને માં ઉમીયાના દર્શનાર્થે દોડી આવ્યા છે. કડવા […]

Top Stories Gujarat Others
tharur 5 લક્ષચંડી મહાયજ્ઞ/ આજે સમાપન, દર્શનાર્થે લાખો ભાવિકો ઉમટી પડશે

ઊંઝા  ખાતે યોજાયેલા ચાલી રહેલા ‘લક્ષચંડી મહાયજ્ઞ’ નો આજે સમાપન દિવસ છે. આજે આ મહાયજ્ઞ ના અંતિમ દિવસે ભાવિક ભક્તોનું મહેરામણ ઊંઝા ખાતે ઉમટી પડશે. લાખોની સંખ્યામાં પાટીદારો આ યજ્ઞમાં આજે જોડાશે અને માં ઉમીયાના દર્શનનો લાભ લેશે.

દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં માં ઉમીયાના ભક્તો આ મહાયજ્ઞમાં જોડવા અને માં ઉમીયાના દર્શનાર્થે દોડી આવ્યા છે. કડવા પાટીદારોના કૂળદેવી મા ઉમિયાના મુકામ ઊંઝા ખાતે યોજાઈ રહેલા ભવ્યાતીભવ્ય ‘લક્ષચંડી મહાયજ્ઞ’નો આજે અંતિમ દિવસ છે. આજના અંતિમ દિવસે લાખો પાટીદારો મા ઉમીયાના ચરણોમાં શીશ નમાવવા માટે અને દિવ્ય હવનના દર્શનનો લાભ લેવા પહોચી જશે.

રવિવારે ઉંઝામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પાડવા ને લઈને સઘન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આજે ઊંઝા ખાતે અનેક ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાશે. અંતિમ દિવસ રાસ ગરબા અને ભવ્ય આતશબાજી સાથે આજે કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજના અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે,  શનિવારે 10 લાખ ભક્તોએ માના દર્શન કાર્ય હતા. અને યજ્ઞનો લ્હાવો લીધો હતો. શનિવારે છત્તીસગઢના મુખ્યમંત્રી બઘેલ સહીત રાજ્યના મંત્રીઓ અને વિરોધ પક્ષના નેતાઓ માના ધામે દર્શનાર્થે આવ્યા હતા. આજે દ્વારકા શારદાપીઠના દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ આશિર્વચન આપશે. જ્યારે રાતે કિર્તીદાન ગઢવી, સાગર પટેલ સહિતના કલાકારો રાસ ગરબાની રમઝટ બોલાવશે.

ગઈકાલે ઉંઝામાં વાહનોની 15 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. વાહનોની વ્યવસ્થા માટે 30,0000 સ્વયંસેવકો જોડાયા હતાં. ‘લક્ષચંડી મહાયજ્ઞ’નો કાર્યક્રમ પટેલ મેનેજમેન્ટ પાવરની એક  એક મિસાલ સાબિત થયું છે. પ્રથમ ત્રણ દિવસમાં 6 લાખ શ્રદ્ધાળુઓએ માના આશિર્વાદ લઈને ભોજન પ્રસાદ પણ લીધો હતો.

500 વીઘાં વિસ્તારમાં ફેલાયેલા ઉમિયાનગરમાં 18મી ડિસેમ્બરથી શરૂ થયેલા ‘લક્ષચંડી મહાયજ્ઞ’માં અત્યાર સુધીમાં 45 લાખથી વધુ લોકો આવ્યા છે. પાટીદારોને લઈ જવા માટે સોલા ઉમિયા કેમ્પસ, વસ્ત્રાલ અને નરોડાથી સ્પેશિયલ બસો મૂકાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.