Political/ ગુજરાતમાં ભાજપના જાદૂને તોડવો રાજકીય પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવુ છે

ગુજરાતમાં ભાજપના જાદૂને તોડવો રાજકીય પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવુ છે

Gujarat Others Trending
congres 11 ગુજરાતમાં ભાજપના જાદૂને તોડવો રાજકીય પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવુ છે

@ચિરાગ પંચાલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ 

ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનો જાદૂ ચાલે છે. તેમાં કોઇ બે મત નથી. 1995માં ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે પહેલીવાર કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યા હતા. સુરતમાં તો 99માંથી એક પણ બેઠક મેળવી શકી ન હતી. તે પછી ક્યારેય ભાજપે પાછું વાળીને જોયું નથી. એકાદ અપવાદને બાદ કરતાં કોંગ્રેસને ક્યાંય સત્તા મળી નથી. અને આ વખતની ચૂંટણીમાં પણ ભાજપે વિરાટ સફળતા મેળવીને ગુજરાતમાં જાદૂ બરકરાર રાખ્યો છે.

patil2 3 ગુજરાતમાં ભાજપના જાદૂને તોડવો રાજકીય પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવુ છે

ફરી એક વાર ગુજરાતમાં ભાજપની પકડ યથાવત રહી છે. અમદાવાદ, સૂરત, ભાવનગર, જામનગર, રાજકોટ અને વડોદરા, તમામ ગુજરાતની મહાનગરપાલિકમાં કેસરીયો લહેરાયો છે. સૌથી મોટો ઝટકો કોંગ્રેસને લાગ્યો છે, પણ એક વાત સાબિત થઇ ગઇ છે કે ગુજરાત ભાજપનો ગઢ છે. આ ગઢમાં હાલ તો કોઇ ગાબડું પડી શકે તેમ નથી દેખાતું. આમતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતશાહના કારણે ગુજરાતની આ સ્થાનિક ચૂંટણીમાં સૌ કોઇની નજર હતી. પણ પરિણામોએ ફરી એકવાર પથ્થરની લકીરને જેમ સાબિત કરી દીધુ છે કે, ગુજરાતમાં ભાજપના જાદૂને તોડવો રાજકીય પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવુ છે.

result 11 ગુજરાતમાં ભાજપના જાદૂને તોડવો રાજકીય પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવુ છે

છેલ્લા ત્રણ દશકાની મહાનગરપાલિકા હોય પાલીકા હોય કે પંચાયત કે પછી વિધાનસભાની ચૂંટણીઓ ત્રણ દાયકાથી ભાજપનો જાદૂ બરકરાર છે. ભાજપ મોટાભાગના મતો કબજે કરવામાં સફળ રહે છે તેના પણ કારણો છે. લોકપ્રિયતાની સાથે સાથે ભાજપનું બૂથ લેવલ સુધીનું મેનેજમેન્ટ પણ સફળતાનો પર્યાય છે. જે માત્ર ગુજરાતમાં જ નહી અનેક રાજયોમાં ભાજપે તે કરી બતાવ્યુ છે. ગુજરાતમાં ભાજપના જાદૂને તોડવો રાજકીય પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવુ છે. ગુજરાત ભાજપનો ગઢ હોવા છતાં પણ સ્થાનિક સ્તરથી લઇને મોટી નેતાગીરી સુધી,  શિસ્ત બદ્ધરીતે જે પ્રમાણે ચૂંટણી સહિતના કામોમાં પરોવાય છે તેવું કોંગ્રેસમાં નથી.

અલ્પેશ 28 ગુજરાતમાં ભાજપના જાદૂને તોડવો રાજકીય પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવુ છે

આમતો શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભૂત્વ પહેલાંથી રહ્યુ જ છે. તેમ છતાં આ વખતે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની જે નિતિ અપનાવી તેને પણ લોકોએ સ્વીકારી છે. મતદારોની સાથે કાર્યકર્તાઓમાં પણ ભાજપની આ રણનિતી સફળ રહી છે. નજીકના સંબંધીઓને ટિકીટ નહી.,૬૦ વર્ષથી ઉપરના ચૂંટણીમાંથી બાકાત નજીકના સંબંધીઓને ટિકીટ નહી આપવાની નિતીએ કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ વધાર્યો છે. તો મોટી ઉંમરના નેતાઓની બાદબાકીથી ભાજપના યુવાવર્ગમાં નવી આશાઓ જન્મી છે. આ નિયમોએ એ વાત પણ સાબિત કરી દીધી કે ભાજપમાં એકહથ્થું શાસન નહી ચાલે. તો સગાંવાદને પણ ઝાકારો અપાતા બાકીના કાર્યકર્તાઓને પણ આગળ વધવાનો રસ્તો મોકળો થયો. એટલે કે.,ભાજપની આ રણનિતી ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવામાં વધારે મહત્વની રહી.

bjp 10 ગુજરાતમાં ભાજપના જાદૂને તોડવો રાજકીય પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવુ છે

સંગઠન મજબૂતીની દિશામાં આગળ વધ્યા પછી ભાજપનું બૂથ લેવલનું મેનેજમેન્ટ મતદારોને ખેંચવા માટે કદાચ તે બીજા પક્ષો માટેનું લેશન હોઇ શકે છે. તેમાંય વળી આ વખતે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો નવો અભિગમ પણ કામ કરી ગયો. પેજપ્રમુખના અભિગમે પણ ભાજપને મોટા પ્રમાણમાં ફાયદો કરાવ્યો છે. સમગ્ર ગુજરાતમાં પેજપ્રુમખ મારફતે મતદારોને રીઝવવા જે કિમિયો હતો તે સફળ રહયો છે. તો પેજપ્રમુખની સમિતીઓ અને તેના પ્રમુખો બનાવવાની કવાયત અને સંગઠનના મોવડીઓ મારફતે તેમનું સંચાલન ભાજપ માટે આ પ્રયોગ ચૂંટણી જીતવામાં મહત્વનું પરિબળ ગણી શકાય.

અલ્પેશ 8 ગુજરાતમાં ભાજપના જાદૂને તોડવો રાજકીય પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવુ છે

મજબૂત સંગઠન, અને કાર્યકર્તાઓનું બૂથ સુધીનું મેનેજમેન્ટ તેની સાથે મહત્વની બની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા. જેમાં ભાજપ ભાગ્યે જ કોઇ થાપ ખાય છે. જેવો વિસ્તાર તેવો નેતાપરિણામોમાં આ પસંદગી પણ સફળતાનું એક કારણ છે. અને તે પછી ઉમેદવારોના ઝંઝાવાતી પ્રચાર અને લોકસંપર્કમાં પણ. કોઇ પણ સ્થળે અથવા કોઇ ઉમેદવારથી કાચુ ન કપાય ભાજપ તેનું પણ ધ્યાન રાખે છે. ઉપલાસ્તરની નેતાગીરીનું સતત ઓબ્ર્જેવેશન અને દોરી સંચાર ઉમેદવારનો ઉત્સાહ વધારે છે.

cr patil ગુજરાતમાં ભાજપના જાદૂને તોડવો રાજકીય પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવુ છે

એક રીતે કહીએ તો ભાજપ પાસે જે તે ચૂંટણીનું માઇક્રોપ્લાનિંગ હોય છે. ઉમેદવારની પસંદગી,પ્રચાર પ્રસાર અને મતદારોને રિઝવવા સુધીની ફોલોઅપ, તટસ્થ રીતે ચૂંટણી ટાણે ભાજપમાં જરૂર લેવાય છે. જેને કદાચ બીજા પક્ષો આટલું મહત્વ આપતા નથી. નેશનલ સ્તરની નેતાગીરીના ફાયદા સાથે ભાજપની આ મહેનત પણ. કોઇ વિસ્તાર..,કે કોઇ બેઠકને ભાજપનો ગઢ બનાવી શકે છે.