Not Set/ રશિયા સાથેની ડીલથી પાકિસ્તાનના પેટમાં રેલાયું તેલ, જુઓ આવી આપી પ્રતિક્રિયા

ઇસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર અલગ થલગ પડી ગયેલ પાકિસ્તાન હવે અમેરીકા સાથે ફરી એકવાર પોતાના સંબંધો સુધારવાના પ્રયત્નોમાં માંથી રહ્યું છે. આતંકવાદ પર વાત કરતા ખચકાટ અનુભવતા પડોશી દેશે હવે અમેરીકાની કાનભંભેરણી કરવાની શરુઆત કરી દીધી છે.  પાકિસ્તાને અમેરીકાને જણાવ્યુ છે કે તેને ઈસ્લામાબાદ અને વોશિંગ્ટનના સંબંધને માત્ર ભારત સાથે સંબંધની દ્રષ્ટિએ ન જાવા જાઈએ. […]

World Trending
580622 modi putin russia 2 રશિયા સાથેની ડીલથી પાકિસ્તાનના પેટમાં રેલાયું તેલ, જુઓ આવી આપી પ્રતિક્રિયા

ઇસ્લામાબાદ

આંતરરાષ્ટ્રીય સ્તર પર અલગ થલગ પડી ગયેલ પાકિસ્તાન હવે અમેરીકા સાથે ફરી એકવાર પોતાના સંબંધો સુધારવાના પ્રયત્નોમાં માંથી રહ્યું છે. આતંકવાદ પર વાત કરતા ખચકાટ અનુભવતા પડોશી દેશે હવે અમેરીકાની કાનભંભેરણી કરવાની શરુઆત કરી દીધી છે.

 પાકિસ્તાને અમેરીકાને જણાવ્યુ છે કે તેને ઈસ્લામાબાદ અને વોશિંગ્ટનના સંબંધને માત્ર ભારત સાથે સંબંધની દ્રષ્ટિએ ન જાવા જાઈએ.

એકબાજુ ભારતનો પ્રભાવ વધી રહ્યો છે તો નવી સરકાર બન્યા બાદ પાકિસ્તાનને અમેરીકા તરફથી મળનાર ફંડિંગ પર ગ્રહણ લાગી ગયુ છે. એવામાં પાકિસ્તાનની ચિંતા સ્પષ્ટ જાવા મળી શકે છે. જેને લઈ હવે પાકિસ્તાન અમેરીકાની કાન ભંભેરણી કરવામાં લાગી ગયુ છે.  એક દિવસ પહેલા જ ભારતે રશિયાની સાથે બહુચર્ચિત એસ-૪૦૦ ડીલ કરી છે અને અમેરીકા સાથે પોતાના સંબંધોને પણ બગડવા નથી દીધા જ્યારે ટ્રમ્પ પ્રશાસન રશિયા સાથે સંબંધોને લઈ સતત ધમકી આપતુ રહ્યુ છે. એવામાં પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરૈશીએ અમેરીકા જઈને સંબંધોને ફરીથી પાટા પર લાવવાનો પ્રયત્ન કર્યો છે.

સ્વદેશ પરત ફર્યા બાદ મુલ્તાન સિટીમાં તેમણે કહ્યુ કે, અમેરીકાને ઈસ્લામાબાદ સાથે સંબંધોને માત્ર અફગાન મુદ્દે કે ભારત સાથેના સંબંધોના સંદર્ભે જ ન જાવુ જાઈએ.  કુરૈશીએ જણાવ્યુ કે, તેમણે અમેરીકી અધિકારીઓને એ અનુભવ કરાવવાનો પ્રયત્ન કર્યો કે સાત દાયકા જુના આપણા સંબંધને ભારતની દ્રષ્ટિએ જોવુ બરાબર નથી.