સાબરકાંઠા,
ઠાકોર સમાજના યુવકની હત્યા મામલે ઠાકોર સમાજ ઈડરમાં રસ્તા ઉપર ઉતરી આવ્યો છે. જેને લઈને પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઈડરમાં રવિવારે વડાલીના બડોલ ગામના હેમેન્દ્રસિંહ ઠાકોર નામના યુવકની હત્યા કરી નાંખવામાં આવી હતી. વીડિયો શુટિંગ મામલે ચાકુના ઘા મારીને હત્યારો જ તેને ઈડરની સિવિલ હોસ્પિટલમાં મૂકીને ફરાર થઈ ગયો હતો.
આથી ઠાકોર સમાજમાં આક્રોશ વ્યાપી ગયો હતો. તેથી ઠાકોર સમાજને લાશને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. મયુર સગર નામનો સગર સમાજનો હત્યારો હોવાનું જાણવા મળ્યું છે.