Palanpur highway/ પાલનપુર-દાંતા હાઈવે પર અકસ્માતની ઘટના, 2 લોકોના મોત

બનાસકાંઠામાં અંધારીયા અને મુમનવાસ ગામ વચ્ચે પીકઅપવાનનું ટાયર ફાટતા ડાલુ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પીકઅપવાન દાંતા તાલુકાના શ્રમિકોને લઈને મજૂરી….

Top Stories Gujarat Breaking News

Banaskantha News: પાલનપુર-દાંતા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 2ના મોત થયા છે. પીકઅપવાન ગાડીનું ટાયર ફાટતા કાર ડિવાઈડર પર ચઢીને પલટી ખાતા અકસ્માત થયો હતો અને 10 લોકો ઘાયલ થયા હતા. પીકઅપ વાનમાં ખીચોખીચ શ્રમિકો ભર્યા હતા.

બનાસકાંઠામાં અંધારીયા અને મુમનવાસ ગામ વચ્ચે પીકઅપવાનનું ટાયર ફાટતા ડાલુ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પીકઅપવાન દાંતા તાલુકાના શ્રમિકોને લઈને મજૂરી અર્થે પાલનપુર તરફ લઈને આવતી હતી. ખીચોખીચ ભરેલી વાન પલટી ખાતા 10 શ્રમિકો ઘાયલ થયા હતા તેમજ બેના મોત થયા હતા.

ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. કેટલાકને જલોત્રા અને પાલનપુર હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા હતા.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહાશિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા વહીવટી તંત્રનો ભક્તોને અનુરોધ

આ પણ વાંચો:ભાજપ બોલિવૂડના કલાકારોને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે, જાણો કોણ છે ફિલ્મી સિતારા…