Not Set/ પોલીસની દેશી- વિદેશી દારૂના અડ્ડા પર તવાઈ, 47 જેટલા બુટલેગરોને કર્યા જેલ ભેગા

અંકલેશ્વર, અંકલેશ્વરમાં પોલીસની દેશી- વિદેશી દારૂના અડ્ડા પર તવાઈ બોલાવી હતી અને 47 જેટલા મહિલા તેમજ પુરુષ બુટલેગરોને જેલ ભેગા કર્યા હતા. શહેર, ગ્રામ્ય, અને જીઆઇડીસી પોલીસે 45 દેશીદારૂના અડ્ડા પર તેમજ 2 ઈંગ્લીશ દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા  હતા. 5000 ઉપરાંતની દેશીદારૂ અને વોશ તેમજ 2 ઈંગ્લીશ દારૂના અડ્ડા પરથી 5 હજાર ઉપરાંતનો દારૂ […]

Top Stories Gujarat Trending
amreli 16 પોલીસની દેશી- વિદેશી દારૂના અડ્ડા પર તવાઈ, 47 જેટલા બુટલેગરોને કર્યા જેલ ભેગા

અંકલેશ્વર,

અંકલેશ્વરમાં પોલીસની દેશી- વિદેશી દારૂના અડ્ડા પર તવાઈ બોલાવી હતી અને 47 જેટલા મહિલા તેમજ પુરુષ બુટલેગરોને જેલ ભેગા કર્યા હતા. શહેર, ગ્રામ્ય, અને જીઆઇડીસી પોલીસે 45 દેશીદારૂના અડ્ડા પર તેમજ 2 ઈંગ્લીશ દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા  હતા. 5000 ઉપરાંતની દેશીદારૂ અને વોશ તેમજ 2 ઈંગ્લીશ દારૂના અડ્ડા પરથી 5 હજાર ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો હતો.  48 કલાક ચાલેલી પ્રોહિબિશન ડ્રાઈવમાં સૌથી વધુ શહેર પોલીસે 26 દેશીદારૂ અને 2 ઈંગ્લીશ દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા.

જિલ્લા પોલીસવડા દ્વારા યોજવામાં આવેલ પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 26 જેટલા દેશી દારૂના અડ્ડા પર ત્રાટકી હતી અને 2 ઈંગ્લીશ દારૂના અડ્ડા પૈકી હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવ વિસ્તારમાં રજની સુરતી નામના બુટલેગરને ત્યાંથી 8 પી.એમના 8 પાઉચ કિંમત રૂપિયા 1200 તમેજ અંદારા ગામે બોરીચોક ખાતે જયોતિ પટેલ નામની મહિલા બુટેલગાર પાસે થી 180 એમ.એલ. ની 40 બોટલ મળી 4000 ઉપરાંતનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો હતો.

આ ઉપરાંત જી.આઈ.ડી.સી પોલીસે પણ 15 જેટલા દેશીદારૂની હાટડી પર તવાઈ બોલાવી હતી. જીઆઇડીસી તમેજ ભરકોદ્રા, કોસમડી તેમજ આજુબાજુ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા આ ઉપરાંત રૂલર પોલીસ દ્વારા 6 જેટલા દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા.

પોલીસે કુલ 47 મહિલા તેમજ પુરુષ બુટલેગર સામે ગુનો નોંધી 250 લીટર ઉપરાંતનો દેશી દારૂ તેમજ તેનો વોશનો જથ્થો ઝડપી પાડી 5 હજાર ઉપરાંતની કિંમત ની દેશીદારૂ ઝડપી પાડ્યો હતો.