Birthday/ રાણા દગ્ગુબાતી માત્ર એક જ આંખથી જોઈ શકે છે, જાણો તેમના બર્થ-ડે પર આ ખાસ વાતો

રાણા તેમની જમણી આંખે જોઈ શકતા નથી. તેમણે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે તેમણે પોતાની આંખનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે,

Trending Entertainment
રાણા દગ્ગુબાતી

મનોરંજન જગતના પ્રખ્યાત અભિનેતા રાણા દગ્ગુબાતી આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, રાણા દગ્ગુબાતીનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ થયો હતો. તે હિન્દી ઉપરાંત તેલુગુ અને તમિલ ફિલ્મોમાં ખૂબ સક્રિય છે. વર્ષ 2010 માં, તેમણે તેલુગુ બ્લોકબસ્ટર ‘લીડર’ થી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. આ માટે તેને બેસ્ટ મેલ ડેબ્યુ-સાઉથનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. તેમણે 2011માં ‘દમ મારો દમ’થી હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું.

આ પણ વાંચો : સૌથી વધુ કમાણી કરનાર ટીવી અભિનેત્રી છે દિવ્યાંકા ત્રિપાઠી, જાણો કેટલી છે પ્રોપર્ટી

રાણા દગ્ગુબાતી

તેમના જન્મદિવસ પર જાણો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતોઃ-

1- રાણા તેમની જમણી આંખે જોઈ શકતા નથી. તેમણે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે તેમણે પોતાની આંખનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે, આ પછી પણ જ્યારે તેમની ડાબી આંખ બંધ થઈ જાય છે ત્યારે તે કંઈ જોઈ શકતા નથી.

2- રાણાના પિતા સુરેશ બાબુ લોકપ્રિય ફિલ્મ નિર્માતા છે. સ્ટાર કિડ હોવાને કારણે રાણાને સરળતાથી ફિલ્મોમાં એન્ટ્રી મળી શકતી હતી, પરંતુ તેમણે મુશ્કેલ માર્ગ અપનાવ્યો અને 4 વર્ષ સુધી વિઝ્યુઅલ ઈફેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે કામ કર્યું.

આ પણ વાંચો :અંકિતા લોખંડે અને વિકીની સંગીત સેરેમનીમાં મહારાણી લુકમાં પહોંચી કંગના રનૌત, જુઓ

a 71 5 રાણા દગ્ગુબાતી માત્ર એક જ આંખથી જોઈ શકે છે, જાણો તેમના બર્થ-ડે પર આ ખાસ વાતો

3- તેમણે 2006માં મહેશ બાબુની ‘સેનુકુડુ’ના વિઝ્યુઅલ ઈફેક્ટ વિભાગમાં કામ કર્યું હતું. આ માટે તેમને ટોલીવુડનો સૌથી મોટો એવોર્ડ નંદી એવોર્ડ મળ્યો હતો.

4- રાણા એક્ટર કમલ હાસન અને શ્રીદેવીના મોટા ફેન છે. તેમણે ‘બાહુબલી’માં તેની ભૂમિકા માટે કમલ હાસનની ક્લાસિક ફિલ્મ નાયગનમાંથી પ્રેરણા લીધી હતી.

5- રાણાની પ્રિય રમત કબડ્ડી છે. તેઓ સ્ટાર સ્પોર્ટ્સની પ્રો કબડ્ડી લીગનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

રાણા દગ્ગુબાતી

6- રાણા દગ્ગુબાતી એ એકવાર ‘મેમુ સેતમ’ શોમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે કામ કરીને જરૂરિયાતમંદોની મદદ કરવી હતી. તે આ શો માટે કુલી બન્યા અને આ કામમાંથી તેમણે જે પણ કમાણી કરી તે જરૂરિયાતમંદોને આપી દીધી.

7- રાણાએ ‘બાહુબલી’માં શાનદાર સ્ટંટ કર્યા હતા. તેમને સ્ટંટ કરવાનો શોખ છે અને તેમણે યુએસની સ્ટંટ સ્કૂલમાં પ્રેક્ટિસ પણ કરી છે.

8- રાણાને શૂઝનો ખૂબ શોખ છે. તે જ્યાં પણ જાય છે ત્યાંથી જૂતા ખરીદે છે.

રાણા દગ્ગુબાતી

9- તેમણે ઈન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. કેટલાક અહેવાલો અનુસાર રાણા સોફ્ટવેર એન્જિનિયરિંગ કરવા માંગતા હતા.

10- રાણા ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છે. તેઓ ઈમોશનલ ફિલ્મો પણ જોઈ શકતો નથી. આવી ફિલ્મો જઈને તેઓ રડવા લાગે છે.

આ પણ વાંચો :સલમાન ખાને સુષ્મિતા સેનની વેબ સિરીઝ આર્યા 2નું પોસ્ટર કર્યું શેર , લખ્યું- અરે વાહ સુશ

આ પણ વાંચો :કરીના-અમૃતા બાદ હવે સલમાનની ભાભી સહિત આ એક્ટરનાં પત્નીને થયો કોરોના

આ પણ વાંચો :કરીના કપૂર અને અમૃતા અરોરાને થયો કોરોના, રિયા કપૂરના ઘરે ગર્લ ગેંગ સાથે કરી હતી પાર્ટી