Not Set/ NCBએ 85 ગેજેટ્સને ગાંધીનગર ખાતે ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા,  દીપિકા-સારા-શ્રાદ્ધના મોબાઇલ ફોન પણ શામેલ

NCBએ 85 ગેજેટ્સને ગાંધીનગર ખાતે ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા,  દીપિકા-સારા-શ્રાદ્ધના મોબાઇલ ફોન પણ શામેલ

Entertainment
jatoli shiv mandir 25 NCBએ 85 ગેજેટ્સને ગાંધીનગર ખાતે ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા,  દીપિકા-સારા-શ્રાદ્ધના મોબાઇલ ફોન પણ શામેલ

ડ્રગ કેસની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગુજરાત ફોરેન્સિક ટીમમાં 85 ગેજેટ્સ મોકલી આપ્યા છે.  જેમાં અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રિયા ચક્રવર્તીના મોબાઇલ ફોન છે.

સુશાંતસિંહ રાજપૂતનાં મોતને છ મહિના વીતી ગયાં છે અને આ કેસમાં હજુ તપાસ ચાલુ છે. દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ જેવી અભિનેત્રીઓ સહિતના કેટલાંક બોલીવુડના સેલેબ્સની પૂછપરછ કરવામાં આવતા આ કેસની તપાસ દરમિયાન એક ડ્રગ એંગલ સામે આવ્યો હતો.

Deepika Padukone, Shraddha Kapoor, Sara Ali Khan summoned by the Narcotics Control Bureau | Dhaka Tribune

હવે માહિતી બહાર આવી રહી છે કે આ કિસ્સામાં અનેક સેલેબ્સના મોબાઇલ ફોન્સ ગુજરાત ખાતે ગાંધીનગર ફોરેન્સિકને મોકલાયા છે. એક અહેવાલ મુજબ, ડ્રગ કેસની તપાસમાં રોકાયેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ 85 જેટલા ગેજેટ્સને ગુજરાતના ગાંધીનગર સ્થિત ફોરેન્સિક ઓફિસમાં તપાસ માટે મોકલ્યા છે. જેમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રિયા ચક્રવર્તી અને અર્જુન રામપાલના મોબાઇલ ફોન શામેલ છે. ગુજરાત ફોરેન્સિક નિષ્ણાતોએ લેપટોપ અને પેન ડ્રાઇવ સહિતના આ ગેજેટ્સના ડેટાને રીકવર કરવાનું શરૂ કર્યું છે.

Bollywood Drugs Probe: NCB Issues Summons to Deepika, Sara, Shraddha & Rakul

આ ફોન્સમાંથી ડીલીટ કરી નાખવામાં આવેલા વિડિઓઝ, ચેટ અને ફોટાઓ ફરીથી મેળવવા માટે ટીમ દ્વારા આ ફોન્સનું ઊંડાણ પૂર્વક વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, માહિતી અનુસાર, આ સેલેબ્સના ફોન્સ માટે, ફોરેન્સિક ટીમે ડાટા રીકવરી માટે નવા સાધનો ખરીદ્યા છે.

What NCB Asking Deepika Padukone, Sara Ali Khan and Shraddha Kapoor in Drug Probe

અત્યાર સુધી ડ્રગ કેસના નામ પછી ઘણા સેલેબની પૂછપરછ કરવામાં આવી છે. એનસીબીએ આ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરી હતી. આ કેસમાં રિયાને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા, ત્યારબાદ શોવિકને પણ તાજેતરમાં જામીન મળી ગયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…