IPL 2022 Auction/ IPL ઓક્શનમાં પહેલીવાર જોવા મળી શાહરૂખ ખાનની દીકરી સુહાના, દીકરો આર્યન પણ દેખાયો

IPL મેગા ઓક્શન પહેલા, IPL પહેલાની હરાજી બ્રિફિંગ શુક્રવારે યોજવામાં આવી હતી. આ દરમિયાન શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને પુત્ર આર્યન ખાન પણ કોલકાતા નાઈટ રાઈડર્સ વતી દેખાયા હતા.

Entertainment
IPL

IPL મેગા ઓક્શન 2022 બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાઈ રહી છે. IPL મેગા ઓક્શન પહેલા, IPL પહેલાની હરાજી બ્રિફિંગ શુક્રવારે યોજવામાં આવી હતી. આ દરમિયાન શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને પુત્ર આર્યન ખાન પણ કોલકાતા નાઈટ રાઈડર્સ વતી દેખાયા હતા. સુહાના અને આર્યનની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટોમાં, શાહરૂખની પુત્રી સુહાના અને પુત્ર આર્યન ખાન મેનેજમેન્ટ ટીમના સભ્યો અને કોલકાતા નાઈટ રાઈડર્સના સીઈઓ વેન્કી સાથે વાતચીત કરતા જોવા મળે છે.

આ પણ વાંચો : આ કારણે IPL ઓક્શનમાં સામેલ નહીં થાય પ્રીતિ ઝિંટા, કારણ આપ્યું તો એક યુઝરે પૂછ્યો વિચિત્ર સવાલ

આપને જણાવી દઈએ કે શાહરૂખની દીકરી સુહાના ખાન પહેલીવાર IPL ઓક્શનમાં જોવા મળી છે. જો કે આ પહેલા શાહરૂખનો દીકરો આર્યન ખાન પણ IPL ઓક્શનમાં જોવા મળ્યો છે. આટલું જ નહીં જુહી ચાવલાની દીકરી જ્હાનવી પણ IPL ઓક્શનમાં જોવા મળી છે. 2021 માં યોજાયેલી IPL હરાજીમાં, આર્યન ખાન કોલકાતા નાઈટ રાઈડર્સના કો-ઓનર જુહી ચાવલાની પુત્રી જ્હાનવી મહેતા સાથે જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન એક ફોટો શેર કરતા જૂહી ચાવલાએ લખ્યું- KKRના બંને બાળકો આર્યન અને સુહાનાને ઓક્શન ટેબલ પર એકસાથે જોઈને ખૂબ જ આનંદ થયો.

aaa 8 1 IPL ઓક્શનમાં પહેલીવાર જોવા મળી શાહરૂખ ખાનની દીકરી સુહાના, દીકરો આર્યન પણ દેખાયો

આ વખતે હરાજીમાં 10 ટીમ

જણાવી દઈએ કે આ વખતે IPLની મેગા ઓક્શનમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. તે જ સમયે, 590 ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે. આજે બેંગ્લોરમાં યોજાનારી ખેલાડીઓની આ હરાજીમાં ઘણા ખેલાડીઓનું ભાવિ ચમકવાનું છે. પ્રથમ 10 માર્કી ખેલાડીઓને હરાજીમાં મૂકવામાં આવશે. આ પછી બાકીના ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. માર્કી ખેલાડીઓમાં શિખર ધવન, મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, આર અશ્વિન, ફાફ ડુપ્લેસિસ, ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, ક્વિન્ટન ડી કોક, કાગીસો રબાડા અને ટ્રેન્ટ બોલ્ડનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે માર્કી પ્લેયર્સ તેમને કહેવામાં આવે છે જેના પર હરાજી દરમિયાન સૌથી પહેલા બોલી લગવામાં આવે છે. આ ખેલાડીઓએ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ મોટું નામ બનાવ્યું છે.

હરાજીમાં 14 દેશોના 220 વિદેશી ખેલાડીઓનો સમાવેશ

આ હરાજીમાં 370 ભારતીય ખેલાડીઓ સામેલ થશે. તે જ સમયે, 14 દેશોના 220 વિદેશી ખેલાડીઓ પણ તેનો ભાગ છે. વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના 47 ખેલાડીઓ, વેસ્ટ ઈન્ડિઝના 34 ખેલાડીઓ, દક્ષિણ આફ્રિકાના 33 ખેલાડીઓ, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડના 24-24 ખેલાડીઓ, શ્રીલંકાના 23 ખેલાડીઓ, અફઘાનિસ્તાનના 17 ખેલાડીઓ, બાંગ્લાદેશ અને આયર્લેન્ડના 5 ખેલાડીઓ, નામિબિયા તરફથી  3 ખેલાડીઓ, સ્કોટલેન્ડના 3 ખેલાડીઓ અને નેપાળ, યુએસએ અને ઝિમ્બાબ્વેના એક-એક ખેલાડીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :હિજાબ વિવાદમાં બોલિવૂડની એન્ટ્રી, કંગના રનૌતના નિવેદન પર શબાના આઝમીની પ્રતિક્રિયા, સોનમ કપૂરે પૂછ્યો સવાલ

આ પણ વાંચો : ‘ડિયર ફાધર’ ફિલ્મનુ ટ્રેલર થયું રીલીઝ, પરેશ રાવલ 40 વર્ષ બાદ ઢોલિવૂડમાં કરશે ધમાકો

આ પણ વાંચો :રવિના ટંડનના પિતા અને દિગ્દર્શક રવિ ટંડનનું નિધન, પિતા સાથે ફોટો શેર કરીને પોસ્ટ લખી જણાવ્યું –

આ પણ વાંચો :રણબીર કપૂરની ‘શમશેરા’નું ટીઝર બહાર, આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ